હજારીબાગ: કેન્દ્રીય મંત્રી જયંત સિન્હા આતંકી મસૂદ અઝહર પર વિવેદન આપવા દરમિયાન મોટી ભૂલ કરી બેઠા. આ ભૂલને વિપક્ષે બરાબર લપકી લીધી છે. વાત જાણે એમ છે કે હજારીબાગ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંત સિન્હા રામગઢ વિધાનસભા વિસ્તારની દુલમી પ્રખંડમાં જનસભા કરી રહ્યાં હતાં. અહીં પત્રકારો સાથે વાતચીતમાં જયંત સિન્હાની જીભ લપસી. તેમણે મસૂદ અઝહરના નામની સાથે જી પણ લગાવી દીધો. તેમણે કહ્યું કે, 'મસૂદ અઝહરજીને સંયુક્ત રાષ્ટ્રે ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરી દીધો છે.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદિત ટિપ્પણી બદલ યેચુરી સામે FIR દાખલ, રાઉતે કહ્યું- તમારા નામમાંથી 'સીતારામ' હટાવો


બે દિવસ અગાઉ માંઝીએ પણ કરી હતી ભૂલ
વિરોધ પક્ષો જયંત સિન્હાની આ ભૂલ બદલ આકરા પ્રહાર કરી રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે જયંત સિન્હાના નિવેદનના બે દિવસ અગાઉ જ વિપક્ષી દળના મોટા નેતા જીતનરામ માંઝીએ પણ મસૂદ અઝહરને જી કહીને સંબોધન કર્યું હતું. 


સંયુક્ત રાષ્ટ્રે ભારત સરકારની સતત માંગણી પર મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. જયંત સિન્હા આ મુદ્દે કેન્દ્ર સરકારની પીઠ થાબડી રહ્યાં હતાં પરંતુ ત્યારે જ ભૂલ કરી બેઠા. જયંત સિન્હાએ કહ્યું કે, 'દેશની સુરક્ષા માટે આ એક મોટી પળ છે. જે અમે કર્યું તેમાં સફળ રહ્યું. હવે મસૂદ અઝહરજીને સંયુક્ત રાષ્ટ્રે વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો છે.'


ઓડિશામાં 'ફાની'એ 16 લોકોનો ભોગ લીધો, યુદ્ધસ્તરે રાહતકાર્ય ચાલુ


હજારીબાગમાં ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાનો સીધો મુકાબલો મહાગઠબંધન તરફથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ પ્રસાદ સાહૂ સાથે છે. જો કે અહીંથી પણ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર બેવારના સાંસદ અને ભાકપાના રાજ્ય સચિવ ભુવનેશ્વર પ્રસાદ મહેતા ચૂંટણી લડી રહ્યાં છે. અનેક વિસ્તારોમાં ત્રિકોણીય જંગ થવાની શક્યતા છે જેનો લાભ  ભાજપના ઉમેદવારને થઈ શકે છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...