લખનઉ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત લોકસભા ચૂંટણી 2019 પ્રચાર પર ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી મોહસિન રાજાએ વિવાદિત ટિપ્પણી કરી છે. મોહસિન રાજાએ પ્રિયંકાની સરખામણી સાયબેરિયન પક્ષી સાથે કરી છે. પ્રિયંકા ગાંધીના અયોધ્યા પ્રવાસ પર મોહસિન રાજાએ કહ્યું કે, તે સાયબેરિયન પક્ષી છે. પિકનિક કરવી તેમનું કામ છે. તેમને બાબરની યાદ આવી ગઇ હશે, એટલા માટે અયોધ્યા જવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: સંજય નિરૂપમે મંચને કહ્યું- ‘ચૂંટણીમાં કાર્યકર્તાઓને થોડા-થોડા પૈસા આપો...’


મોહસિને કહ્યું કે, અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે. શ્રીરામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવનાર અયોધ્યામાં શું તપાસ કરવા જઇ રહ્યાં છે. લાગે છે કે, પ્રિયંકા અયોધ્યામાં કદાચ બાબરના નિશાન શોધવા દઇ રહી છે.


‘અજય તમે 4 વર્ષ દિલ્હીમાં શું કર્યું તો આજે આ પરિસ્થિતિ ઉભી થઇ છે’: શીલા દીક્ષિત


ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીથી કૈફિયત એક્સપ્રેસ દ્વારા અયોધ્યા માટે રવાના થશે. ટ્રેન સવારે 5 કલાક 30 મિનિટ પર ત્યાં પહોંચવાની આશા છે. સિંહે કહ્યું કે, અયોધ્યા રેલવે સ્ટેશન નજીક આવેલી એક હોટલમાં થોડીવાર રોકાયા બાદ તે સવારે 10 વાગે અયોધ્યામાં રોડ શો કરશે. લગભગ 50 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રોડ શો કુમારગંજમાં સમાપ્ત થશે.


વધુમાં વાંચો: ભાજપમાં જોડાઇ શકે છે જયા પ્રદા, રામપુરમાં આઝમ ખાનને આપી શકે છે પડકાર


તેમણે કહ્યું કે, રોડ શોમાં 32 પડાવ હશે. પ્રિયંકા સ્થાનીય લોકોથી મળશે અને અયોધ્યામાં બે જનસભાઓને પણ સંબોધન કરશે. તેઓ એક સ્થાનિક સ્કૂલમાં બાળકોને પણ મળશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...