હૈદરાબાદ : તેલંગાણાની ચેવેલ્લા લોકસભા સીટથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કોંડા વિશ્વેશ્વર રેડ્ડીએ 895 કરોડ રૂપિયાની પારિવારિક સંપત્તીની જાહેરાત કરી છે. ત્યાર બાદ તે બંન્ને તેલુગુ રાજ્યનાં સૌથી અમિર રાજનેતા બની ગયા છે. રેડ્ડી પાસે ચલ સંપત્તી સ્વરૂપે 223 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે એપોલો હોસ્પિટલની સંયુક્ત પ્રબંધ નિર્દેશક અને તેમની પત્ની સંગીતા રેડ્ડીના ચલ સંપત્તી 613 કરોડ રૂપિયા છે. તેમના પર આશ્રિત તેમના પુત્રની પણ 20 કરોડ રૂપિયા જેટલી સંપત્તી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પરિવારનાં કોઇ પણ સભ્ય પાસે ન તો કાર છે અને ન તો કોઇ વાહન છે. વિશ્વેશ્વર રેડ્ડી પાસે 36 કરોડ રૂપિયાની અચલ સંપત્તી પણ છે, જ્યારે તેમની પત્ની પાસે 1.81 કરોડ રૂપિયાની અચલ સંપત્તી છે. એન્જિનિયરમાંથી રાજનેતા બનેલા રેડ્ડીએ શુક્રવારે પોતાનું સભ્યપદ ફોર્મ ભરવા દરમિયાન પોતાની તથા પરિવારની સંપત્તીની જાહેરાત કરી. 2014માં તેમણે 528 કરોડ રૂપિયાની પારિવારિક સંપત્તીની જાહેરાત કરી હતી. તેમણે ત્યારે તેલંગાણા રાષ્ટ્ર સમિતીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત્યા પણ હતા. તેઓ ગત્ત ડિસેમ્બર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.

આંધ્રપ્રદેશના કેબિનેટ મંત્રી પી. નારાયણે પણ શુક્રવારે નલ્લોર વિધાનસભા સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરતા સમયે 667 કોરડ રૂપિયાની સંપત્તી જાહેર કરી હતી. તેઓ નારાયણ ગ્રુપ ઓફ ઇંસ્ટિટ્યુટનાં માલિક છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તી 574 કરોડ રૂપિયા છે. જ્યારે વાઇએસઆર કોંગ્રેસના પ્રમુખ વાઇ.એસ જગમોનહ રેડ્ડી અને તેમની પત્નીની સંપત્તી 500 કરોડ રૂપિયા છે.