નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 : પ્રિયંકા ગાંધી હાલ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યાં છે. સોનિયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ ઈશારામાં કઈંક એવું કહ્યું કે એકવાર ફરીથી તેમના ચૂંટણી લડવાના અને વડાપ્રધાન મોદીને પડકારવાની અટકળો તેજ થઈ છે. ગુરુવારે પ્રિયંકા ગાંધી રાયબરેલીના પ્રવાસે હતાં. આ દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ તેમને રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડવાનું કહી  રહ્યાં હતાં. ત્યારે પ્રિયંકાએ મરક મરક હસતાં કહ્યું કે 'વારાણસીથી ચૂંટણી લડુ?'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તણાવગ્રસ્ત હતાં સોનિયા ગાંધી એટલે નહતાં આવ્યાં રાયબરેલી
જિલ્લા મુખ્યાલયથી લગભગ 6 કિમી દૂર એક ગેસ્ટ હાઉસમાં પાર્ટી બૂથ કાર્યકર્તાઓ, બ્લોક અધ્યક્ષો, ગ્રામ પંચાયત, અને નગર પંચાયત પ્રમુખોને સંબોધિત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમના માતા અને યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી તણાવગ્રસ્ત હતાં જેના કારણે રાયબરેલીના પ્રવાસે આવી શક્યા નથી. આ દરમિયાન કાર્યકર્તાઓએ તેમને કહ્યું કે સોનિયા ગાંધીની જગ્યાએ તેઓ રાયબરેલીથી ચૂંટણી લડે. કાર્યકર્તાઓના સવાલ પર પ્રિયંકા ગાંધીએ હસતાં હસતાં કહ્યું કે 'વારાણસીથી કેમ નહીં?'


કોંગ્રેસમાં જોડાતા જ ઉર્મિલા માતોંડકરે પીએમ મોદી વિશે આપ્યું મોટું નિવેદન, કર્યાં આકરા પ્રહાર


અત્રે જણાવવાનું કે પ્રિયંકાએ આ પહેલીવાર નિવેદન આપ્યું એવું નથી. આ અગાઉ પણ 27 માર્ચના રોજ એક રેલીને સંબોધન કરતા પ્રિયંકાએ કહ્યું હતું કે પાર્ટી જો તેમને ચૂંટણી લડવાનું કહેશે તો તેના માટે પણ તેઓ તૈયાર છે અને જો ચૂંટણી નહીં લડે તો પણ તેઓ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરતા રહેશે. 


જો ટિકિટ મળી તો ગાંધી પરિવારના ત્રીજા સભ્ય
જો પ્રિયંકા ગાંધીને ટિકિટ મળી તો તેઓ ગાંધી પરિવારના ત્રીજા સભ્ય હશે જે ચૂંટણી લડશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પહેલેથી ચૂંટણીના મેદાનમાં છે. સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડી રહ્યાં છે. 


2019 નહીં 2022ની ચૂંટણી પર છે પ્રિયંકાની નજર
પ્રિયંકા ગાંધી વાડ્રા ગુરુવારે માતા સોનિયા ગાંધીના મતવિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે મેરાથોન મીટિંગ શરૂ કર્યાના ગણતરીના કલાકો પહેલા કાર્યકર્તાઓને મળ્યા હતાં અને ઉત્તર પ્રદેશમાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવાનું કહ્યું હતું. પ્રિયંકા ગાંધી 3 દિવસના ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. 


લોકસભા ચૂંટણી 2019: કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી, જોધપુરથી અશોક ગેહલોતના પુત્રને મળી ટિકિટ


આ અગાઉ પ્રિયંકાએ ભાઈ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંસદીય મતવિસ્તાર અમેઠીના જિલ્લા મુખ્યાલય ગૌરીગંજ પાસે એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓને સવાલ પૂછીને તેમને ચકિત કર્યા હતાં. તેમણે એક કાર્યકર્તાને પૂછ્યું કે શું તમે ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યાં છો? હું 2019ની નહીં પરંતુ 2022ની વાત કરું છું. તેમના આ નિવેદનથી પ્રદેશમાં કોંગ્રેસની યોજના અને પ્રિયંકાને ત્યાં લાવવાના કારણના સંકત મળી રહ્યાં છે. 


મોટી યોજના સાથે ચૂંટણી રેલીઓ કરી રહ્યાં છે પ્રિયંકા!
રાહુલ ગાંધીએ તેમને 23 જાન્યુઆરીના રોજ પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી નિયુક્ત કર્યા બાદ પત્રકારોને કહ્યું કે તેમને અહીં ચાર મહિના માટે નથી મોકલવામાં આવ્યાં. તેમને અહીં મોટી યોજના સાથે મોકલાયા છે. અમે માત્ર 2019માં નહીં પરંતુ 2022માં પણ ચૂંટણી જીતીશું. રાહુલ ગાંધીએ અમેઠી બાદ આ વાતને અનેક ભાષણોમાં દોહરાવી છે. કોંગ્રેસને 2017માં અમેઠીના તમામ પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં હાર મળી હતી. ચાર સીટો પર ભાજપે જીત મેળવી હતી અને એક સીટ સમાજવાદી પાર્ટીના  ફાળે ગઈ હતી. 


જુઓ LIVE TV


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...