મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી એકસાથે ચૂંટણી લડશે તે નક્કી છે.. પરંતુ બેઠક વહેંચણીને લઈને હજુ બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. તેવા સમયે ઉદ્ધવ ઠાકરેએ મુંબઈની ઉત્તર પશ્ચિમ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરતા કોંગ્રેસના નેતા ભડકી ઉઠ્યા.. સંજય નિરૂપમે સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેને ટાંકીને શિવસેના પર કટાક્ષ કર્યા.. અને ગઠબંધન ધર્મનું પાલન ન કરતા હોવાનો આરોપ લગાવ્યો..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીમાં ગઠબંધન તો ફાઈનલ થઈ ગયું છે, પરંતુ બેઠક વહેંચણીને લઈને સ્પષ્ટ માહિતી સામે આવી નથી.. એટલે કે હજુ પણ સીટ શેરિંગ પર મંથન ચાલી રહ્યું છે.. તેવા સમયે ઉદ્ધવ જૂથની શિવસેનાએ મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક પર પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી.. 


ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અહીં અમોલ કાર્તિકરના નામની જાહેરાત કરતા જ કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે સવાલ ઉઠાવ્યા... સંજય નિરૂપમે ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા લખ્યું કે, થોડીઘણી બચેલી શિવસેનાના પ્રમુખે અંધેરીમાં ઉત્તર-પશ્ચિમ લોકસભા ક્ષેત્રમાં MVAના ઉમેદવારની જાહેરાત કરી... આવું કઈ રીતે થઈ શકે? MVAની અનેક બેઠકો બાદ પણ હજુ સીટ શેરિંગ પર અંતિમ નિર્ણય બાકી છે.. સંજય નિરૂપમે અમોલ કાર્તિકર સામે પણ સવાલ ઉઠાવ્યા અને  કહ્યું કે, શિવસેનાનો ઉમેદવાર ખીચડી કૌભાંડ આચરનાર માણસ છે.. જેની ઈડી તપાસ કરી રહી છે.


આ પણ વાંચોઃ બંગાળમાં પ્રથમવાર રામનવમી પર રજાની જાહેરાત, ભાજપે મમતા બેનર્જી પર કર્યો કટાક્ષ


આ તરફ શિવસેનાએ સંજય નિરૂપમને જવાબ આપતા ઉત્તર પશ્ચિમ બેઠક પર પોતાનો અધિકાર જતાવ્યો.. તેમણે કહ્યું કે, ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક અમારી છે, અમે આજે ઉમેદવાર ઉતારીએ કે કાલે, તે અમારો અધિકાર છે.. તેમણે સંજય નિરૂપમ પર કટાક્ષ કરતા કહ્યું કે, સંજય નિરૂપમને કોંગ્રેસ પણ ગંભીરતાથી લેતી નથી.


એક તરફ સંજય રાઉત બેઠક વહેંચણી ફાઈનલ થઈ હોવાની વાતો કરે છે, પરંતુ હજુ પણ સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી. તાજેતરમાં શરદ પવારે પણ કોઈ નિર્ણય થાય તે પહેલા જ બારામતીથી સુપ્રીયા સુલેના નામની જાહેરાત કરી દીધી હતી.. જે બાદ હવે શિવસેનાએ પણ આ જ રસ્તો અપનાવ્યો.. જોકે હવે કોંગ્રેસ હાઈકમાન્ડ આ મુદ્દાને કેટલું ગંભીરતાથી લે છે તે મહત્વનું છે..