બિહાર: મહાગઠબંધનમાં સસ્પેન્સ ખતમ, RJDએ 18 અને કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યાં
બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસમાં સીટોની ફાળવણીને લઈને ચાલી રહેલા વિવાદનો ઉકેલ હવે આવી ગયો છે.
પટણા: બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને કોંગ્રેસમાં સીટોની ફાળવણીને લઈને ચાલી રહેલા વિવાદનો ઉકેલ હવે આવી ગયો છે. પટણામાં એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને આરજેડી નેતા તેજસ્વી યાદવે લોકસભા બેઠકોને લઈને જાહેરાત કરી. સીટ શેરિંગના ફોર્મ્યુલા હેઠળ સુપૌલ અને પટણાસાહિબ લોકસભા બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે. જ્યારે પાટલિપુત્ર, દરભંગા, સારણ, બેગુસરાય સીટ આરજેડીના ભાગે ગઈ છે. આ સાથે જ સીવાન, મહારાજગંજ, બક્સર, જહાનાબાદ, ગોપાલગંજની સીટ પણ લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડીને મળી છે.
પ્રિયંકા ગાંધીને વારાણસીથી લડવી છે ચૂંટણી? પીએમ મોદીની સામે થઇ શકે છે સીધી ટક્કર!
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેજસ્વી યાદવે કહ્યું કે મહાગઠબંધન અતૂટ છે અને અમે પહેલા પણ કહ્યું છે કે આ મહાગઠબંધન જનતાના દિલોનું ગઠબંધન છે. આવનારી લડાઈ બંધારણને બચાવવાની છે. લોકતંત્રને બચાવવાની છે. ન્યાય અને અન્યાય, સત્ય અને જૂઠ્ઠાણાની લડાઈ છે. બે તબક્કાના ઉમેદવારોની જાહેરાત અગાઉ કરી દીધી છે. તેજસ્વીએ આ દરમિયાન બાકીના પાંચ તબક્કાની સીટો પર પાર્ટીવાર સીટ શેરિંગની જાહેરાત કરી.
આરજેડી પાસે આ 19 બેઠકો
ભાગલપુર, બાંકા, મધેપુરા, દરભંગા, વૈશાલી, ગોપાલગંજ, સીવાન, મહારાજગંજ, સારણ, હાજીપુર, બેગુસરાય, પાટલિપુત્ર, બક્સર, જહાનાબાદ, નવાદા, ઝંઝારપુર, અરરિયા, સીતામઢી, શિવહર
એક મહિનો થયો, પાકિસ્તાન મૃતદેહો ગણી રહ્યું છે, અને આ લોકો પુરાવા માંગે છે: PM મોદી
કોંગ્રેસ પાસે આ 9 બેઠકો
કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, સમસ્તીપુર, મુંગેર, પટણા સાહિબ, સાસારામ, વાલ્મિકીનગર, સુપૌલ
અન્ય પક્ષોને આ 12 બેઠકો
આરએલએસપી- 5 બેઠકો (પશ્ચિમ ચંપારણ, ઉઝિયારપુર, કારાકાટ, જમુઈ, પૂર્વ ચંપારણ)
HAM - 3 બેઠક (નાલંદા, ઔરંગાબાદ, ગયા)
વીઆઈપી- 3 બેઠકો (મધુબની, મુઝફ્ફરપુર, ખગડિયા)
સીપીઆઈ(એમએલ) પાસે આરા બેઠક
આરજેડીના ઉમેદવારોની જાહેરાત
ભાગલપુર- બુલો મંડલ
મધેપુરા- શરદ યાદવ
બાંકા- જયપ્રકાશ નારાયણ યાદવ
દરભંગા- અબ્દુલ બારી સિદ્દીકી
વૈશાલી- રઘુવંશ પ્રસાદ સિંહ
ગોપાલગંજ- સુરેન્દ્ર રામ
સીવાન-હિના સાહેબ
મહારાજ ગંજ- રંધીર સિંહ
સારણ- ચંદ્રિકા રાય
હાજીપુર- શિવચંદ્ર રામ
બેગુસરાય- તનવીર હસન
પાટલિપુત્ર- મીસા ભારતી
બક્સર- જગદાનંદ સિંહ
જહાનાબાદ- સુરેન્દ્ર યાદવ
ઝંઝારપુર- ગુલાબ યાદવ
અરરિયા- સરફરાઝ આલમ
સીતામઢી- અર્જૂન રાય
વીઆઈપીના ફાળે આવેલી મધુબની લોકસભા બેઠક પર ઉમેદવારની જાહેરાત પછીથી કરવામાં આવશે. જ્યારે વીઆઈપીના અધ્યક્ષ મુકેશ સહાની ખગડિયા બેઠક અને મુઝફફ્રપુરથી ડો. રાજભૂષણ ચૌધરી નિષાદ ચૂંટણી લડશે. કોંગ્રેસે પણ શુક્રવારે બિહારની ચાર લોકસભા બેઠક સુપૌલ (રંજીતા રંજન), સમસ્તીપુર (ડો. અશોક રામ), સાસારામ (મીરા કુમાર), મુંગેર (નીલમ દેવી) પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી.
કોંગ્રેસમાં જોડાતા જ ઉર્મિલા માતોંડકરે પીએમ મોદી વિશે આપ્યું મોટું નિવેદન, કર્યાં આકરા પ્રહાર
ખેંચતાણ બાદ આખરે આવ્યો ઉકેલ
ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ બિહારમાં વિપક્ષી ગઠબંધને આખરે લાંબી જદ્દોજહેમત બાદ સીટોની ફાળવણીની જાહેરાત કરી. પરંતુ થોડીવારમાં જ ગઠબંધનમાં તીરાડ પડતી જોવા મળી. દરભંગા અને સુપૌલ સીટને લઈને મહાગઠબંધનની બે મોટી પાર્ટીઓ કોંગ્રેસ અને આરજેડી વચ્ચે મતભેદ ઉભરી આવ્યાં હતાં.
આરજેડી અને કોંગ્રેસમાં વિવાદના કારણે બિહારમાં મિથિલાંચલ સહિત બાકી બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારોની જાહેરાત પણ ટળી હતી. બીજી બાજુ એનડીએએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. સંકટ વધતુ રોકવા માટે બિહાર કોંગ્રેસના ચીફ મદન મોહન ઝા ગુરુવારે દિલ્હી પહોંચ્યા હતાં. આ બાજુ આરજેડીના નેતા તેજસ્વી યાદવે પણ ગુરુવારે પોતાના બધા કાર્યક્રમ રદ કર્યા હતાં.
જુઓ LIVE TV