દેશમાં ફરીથી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે: PM મોદી
![દેશમાં ફરીથી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે: PM મોદી દેશમાં ફરીથી ભાજપની પૂર્ણ બહુમતની સરકાર બનવા જઈ રહી છે: PM મોદી](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2019/04/06/209260-366202-modi-11.jpg?itok=722cKsCI)
લોકસભા ચૂંટણી 2019માં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સુંદરગઢ પહોંચ્યા છે. અહીં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે દેશના કોઈ વડાપ્રધાન પહેલીવાર સુંદરગઢ આવ્યાં છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઓડિશાના સુંદરગઢ પહોંચ્યા છે. અહીં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે દેશના કોઈ વડાપ્રધાન પહેલીવાર સુંદરગઢ આવ્યાં છે. પરંતુ આજે પણ કોઈ વડાપ્રધાન નથી આવ્યાં, પણ ઓડિશાના પ્રધાન સેવક આવ્યાં છે.
પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે અનેક પાર્ટીઓ પૈસાથી બની છે પરંતુ ભાજપ કાર્યકર્તાઓના પરસેવાથી બનેલી છે. ભાજપ ન તો પૈસાથી બની છે અને ના તો પરિવારથી બની છે. ભાજપ કોઈ બહારની વિચારધારાથી પણ બનેલી પાર્ટી નથી. વડાપ્રધાને કહ્યું કે આજે ભજાપનો ઝંડો એવા ક્ષેત્રોમાં પણ લહેરાઈ રહ્યો છે જ્યાં એક સમયે અશક્ય જણાતું હતું. ભાજપ દુનિયાનું સૌથી મોટું લોકતાંત્રિક સંગઠન છે. આજે અમે કોંગ્રેસ અને તેનાથી બનેલી પાર્ટીઓ વિરુદ્ધ મજબુત વિકલ્પ છીએ.
જુઓ LIVE TV