અગરતલા : વડાપ્રધાન મોદીએ ત્રિપુરાનાં ઉદયપુરમાં ચૂંટણી સભામાં વામદળો પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે રેલીમાં કહ્યું કે, ત્રિપુરા આજે દેશમાં પરિવર્તનનું પ્રતિક બની ચુક્યું છે. ગત્ત વર્ષે જે પ્રકારે તમે બધાએ અરાજકતા, અક્ષમતા, ભ્રષ્ટાચારને વધારનારી વિકાસ વિરોધી લેફ્ટ ફ્રંટની સરકારને ઉખાડી ફેંકી છે, તે એક પ્રમાણ બની ગઇ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ત્રિપુરામાં લેફ્ટની માત્ર સરકાર જ નહી ચહેરો જ નથી બદલ્યો પરંતુ એક મજબુત વિકલ્ય આપ્યો છે, એક મજબુત સરકાર આપી છે, એક વિચાર આપ્યો છે. સરકાર ચલાવવાનો એક સંસ્કાર આપ્યો છે. એક એવી સરકાર આપી છે જે ઇમાનદારીથી ચાલી રહી છે, પારદર્શીતા સાથે ચાલી રહી છે, અહીની કાયદો અને વ્યવસ્થા સુધરી રહી છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભાજપે ત્રિપુરામાં દેખાડ્યું છે કે જો ઇચ્છા શક્તિ હોય તો પરિવર્તન શક્ય છે, દેશને પાછળ ધકેલનારી વ્યવસ્થાને યોગ્ય કરી શકાય છે. તમે લેફ્ટના જુલમો સહ્યા. આ ઉપરાંત તમે લાલ તૃણમુલને પણ આ વખતે સ્થાન  નથી આપ્યું. આજે બંગાળની સ્થિતી જોવા જેવી છે. આજે તમારા લોકોનાં કારણે જ દેશનો ચોકીદાર દેશનાં હિતમાં મોટા મોટા નિર્ણયો બેધડક લઇ રહ્યો છે. 

વડાપ્રધાને કહ્યું કે, ગરીબી અને બિમારી સામે લડાઇ હોય, ભ્રષ્ટાચાર સામે લડાઇ હોય કે પછી દેશનાં દુશ્મનોને સબક શીખવવાની વાત હોય, આ ચોકીદાર તમારા ભરોસાના દમ પર જ ઉભો છે. કોંગ્રેસ અને લેફ્ટ મોદીને હટાવવા ફાંફા મારી રહ્યા છે.