અડવાણીને મળ્યા જોશી, BJPના સ્થાપનાના દિવસની પુર્વ સંધ્યાએ યોજાઇ મુલાકાત
ગુરૂવારે અડવાણીએ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે તેમની પાર્ટીએ પોતે રાજનીતિક રીતે અસંમત હોય તેવા વ્યક્તિઓને ક્યારે પણ રાષ્ટ્રવિરોધી નથી માન્યા
નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ શુક્રવારે એલ.કે અડવાણી સાથે તેમના આવાસ પર મુલાકાત કરી. આના એક દિવસ પહેલા અડવાણીએ કહ્યું હતું કે, તેમની પાર્ટીએ પોતે રાજનીતિક રીતે અસંમતી વ્યક્ત કરનારા ક્યારે પણ રાષ્ટ્રવિરોધી નથી માનતા. અડવાણીની આ ટીપ્પણી એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ભાજપનાં ઉચ્ચ નેતાઓએ બાલકોટ હવાઇ હુમલા બાદ વિપક્ષી દલોને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા.
અડવાણીની આ ટીપ્પણી એટલા માટે મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અિત શાહ સહિત ભાજપના ટોપનાં નેતાઓએ બાલકોટ હવાઇ હુમલા બાદ વિપક્ષી દળોને રાષ્ટ્ર વિરોધી ગણાવાયા હતા. સુત્રોએ જણાવ્યું કે, જોશી, અડવાણીના આવાસ પર પહોંચ્યા અને તેમની સાથે વિચાર વિમર્શ કર્યો. બંન્ને નેતાઓએ બેઠકમાં થયેલી વાતચીત અંગે કોઇ ટીપ્પણી નહોતી કરી.
બંન્ને નેતાઓની મુલાકાત પાર્ટીના સ્થાપના દિવસ (6 એપ્રીલ)થી એક દિવસ પહેલા યોજાઇ હતી. અડવાણી અને જોશી તે વરિષ્ઠ ભાજપ નેતાઓમાં તેનો સમાવેશ થાય છે. જેમણે લોકસભા ચૂંટણી લડવા માટે એક ટિકિટ નથી આપવામાં આવી. અડવાણી ભાજપના સંસ્થાપકો પૈકી એક છે અને તેઓ સૌથી લાંબા સમયથી પાર્ટીના અધ્યક્ષ રહ્યા. તેઓ વર્ષ 1991 બાદ છ વખત ગાંધીનગર સંસદીય સીટથી જીત્યા. પાર્ટીના સંસ્થાપકોમાં રહેલા જોશીએ પણ ભાજપના ત્રીજા અધ્યક્ષ રહ્યા છે. તેમને પણ કાનપુરથી ટિકિટ નથી આપવામાં આવી ત્યાર બાદ તેમણે નિવેદન આપીને જણાવ્યું કે, ભાજપના મહાસચિવ (સંગઠન) રામલાલે તેમને માહિતી આપી છે કે પાર્ટી નેતૃત્વએ નિર્ણય કર્યો છે કે તેમને ચૂંટણી ન લડવી જોઇએ.