રાહુલે કહ્યું ગઠબંધન મુદ્દે કેજરીવાલ સતત મારી રહ્યા છે ગુલાટીઓ, આપે આપ્યો સણસણતો જવાબ
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધન મુદ્દે લાંબા સમયથી રસાકસી ચાલી રહી છે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ને ધ્યાને રાખીને દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધનની અટકળો સતત લગાવાઇ રહી છે. દિલ્હીમાં ગઠબંધનનાં સમાચારો અંગે પહેલીવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીધી પ્રતિક્રિયા આપી છે. રાહુલે સોમવારે દિલ્હીમાં ગઠબંધન મુદ્દે એક ટ્વીટ કર્યું હતું. રાહુલે ટ્વીટ કરતા લખ્યું કે, ગઠબંધન માટે અમારા દરવાજા હંમેશા ખુલ્લા છે, પરંતુ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધારે એક યુટર્ન લીધો છે. કોંગ્રેસ આપને ચાર સીટો આપવા માટે તૈયાર છે, સમય વહી રહ્યો છે.
AAPનો કોંગ્રેસ પર વળતો પ્રહાર
આ મુદ્દે આપ નેતા સંજય સિંહે કહ્યું કે, પંજાબમાં AAP ના 4 સાંસદ અને 20 ધારાસભ્ય છે પરંતુ કોંગ્રેસ અહીં અમને એક પણ સીટ ફાળવવા નથી માંગતું. હરિયાણામાં જ્યાં કોંગ્રેસનો એક પણ સાંસદ નથી, ત્યાં પણ તે આમ આદમી પાર્ટીએ એક પણ સીટ ફાળવવા નથીમાંગતી. બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસનાં કોઇ જ સાંસદ અને ધારાસભ્ય નથી ત્યાં કોંગ્રેસ અમને 3 સીટની ઓફર કરી રહી છે. સંજય સિંહે કહ્યું કે, શું આ રીતે સમજુતી થાય છે. તમે અન્ય રાજ્યોમાં ભાજપને શા માટે નથી અટકાવવા માંગતા.
ગઠબંધન અંગે કોંગ્રેસે સામે મુકી હતી શરતો
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન મુદ્દે વિમાસણની સ્થિતી છે. આ અગાઉ આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે શરત મુકી હતી કે પાર્ટી કોંગ્રેસની સાથે ત્યારે ચ ચૂંટણી ગઠબંધન કરશે જ્યારે હરિયાણા અને ચંડીગઢમાં બંન્ને દળો સાથે મળીને ચૂંટણીલ ડે. પાર્ટી સુત્રોએ જણાવ્યું કે, આપની તરફથી કોંગ્રેસ નેતૃત્વ સામે બે શરતો મુકાઇ હતી. જેમાં પહેલી શરત છેકે દિલ્હી સાથે હરિયાણા અને ચંડીગઢમાં પણ કોંગ્રેસ ગઠબંધન કરે. બીજી કે કોંગ્રસ આપનાં દિલ્હીના પુર્ણ રાજ્યનાં દરજ્જાનું સમર્થન કરે.