નવી દિલ્હીઃ દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરનાર બિલ 'દિલ્હી કોર્પોરેશન (સંશોધન) વિધેયક, 2022 લોકસભામાંથી પાસ થઈ ગયું છે. આ બિલને હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સરકાર પર રાજધાનીના ત્રણેય કોર્પોરેશનોની સાથે સાવકી માતા જેવો વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ત્રણેય કોર્પોરેશનોની નીતિઓ અને સંશાધનોમાં વિસંગતિઓ દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તેના વિલયનું બિલ લઈને આવી છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે લોકસભામાં તે પણ કહ્યુ કે, 10 વર્ષ પહેલાં દિલ્હી કોર્પોરેશનને 'ઉતાવળ'માં ત્રણ કોર્પોરેશનને વિભાજીત કરવા પાછળ તત્કાલીન કોંગ્રેસ સરકારનો ઈરાદો હજુ સુધી સ્પષ્ટ થયો નથી. 


તેમણે કહ્યું કે દિલ્હી રાષ્ટ્રીય રાજધાની છે, અહીં રાષ્ટ્રપતિ ભવન છે, સંસદ છે, અનેક દૂતાવાસ છે અને તેથી અનેક બેઠકો પણ થાય છે તથા રાજધાનીમાં અનેક રાષ્ટ્રાધ્યક્ષ પણ હોય છે. અમિત શાહે કહ્યુ કે, તેને ધ્યાનમાં રાખતા જરૂરી છે કે નાગરિક સેવાઓની જવાબદારી ત્રણેય કોર્પોરેશન સારી રીતે કરે. 


Fourth Covid Wave: શું દેશમાં આવશે કોરોનાની ચોથી લહેર? આઈઆઈટી કાનપુરે આપી મહત્વની જાણકારી


તો અમિત શાહે કહ્યું કે આર્ટિકલ -239AA 3B અનુસાર સંસદને દિલ્હી સંઘ રાજ્યક્ષેત્ર કે તેના કોઈપણ ભાગ વિશે તેને સંબંધિત કોઈપણ વિષય પર કાયદો બનાવવાનો અધિકાર પ્રાપ્ત છે. તેમણે કહ્યું કે, અહીં અલગ પ્રકારની વાત કહેવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ પણ આ વાત કહે છે. આવું બિલ મહારાષ્ટ્રમાં ન લાવી શકાય, ગુજરાત કે બંગાળમાં ન લાવી શકાય, ન કેન્દ્ર સરકાર લાવી શકે છે. જો રાજ્ય અને સંઘ રાજ્યનું અંતર ખ્યાલ ન હોય તો ધ્યાનથી બંધારણ વાંચવુ જોઈએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube