UAPA બિલ લોકસભામાં પસાર, ગૃહમંત્રીએ કહ્યું, અર્બન નકસલીઓ માટે સરકારના દિલમાં કોઈ સ્થાન નહીં
નવી દિલ્હીઃ લોકસભામાં UAPA (Unlawful Activities Prevention Amendment Bill) બિલ પાસ થઈ ગયું છે. આ બિલ પર થયેલી ચર્ચામાં જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, આતંકવાદનો સામનો કરવા માટે કડક કાયદાની જરૂર છે. અમિત શાહે કહ્યું કે, સરાકરના દિલમાં અર્બન નકસલવાદીઓ માટે કોઈ સ્થાન નથી. મોદી સરકાર આ કાયદાનો ખોટો ઉપયોગ થવા નહીં દે.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, વિરોધ પક્ષો પુછી રહ્યા છે કે આતંકવાદ સામે કડ કાયદો શા માટે બનાવી રહ્યા છો? મારો જવાબ છે કે, આતંકવાદ સામે કડકમાં કડક કાયદો હોવો જોઈએ. આ કાયદો ઈન્દિરા ગાંધી સરકાર લાવ્યાં હતાં, અમે તો તેમાં નાનકડું સંશોધન કરી રહ્યા છીએ.
2014 પછી દેશમાં સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓમાં આવ્યો ઘટાડોઃ ગૃહ મંત્રાલય
કોને ક્યારે આતંકવાદી જાહેર કરવો તેની જોગવાઈ
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, UAPA બિલમાં કઈ વ્યક્તિને ક્યારે આતંકવાદી જાહેર કરવો તેની જોગવાઈ કરવામાં આવી છે. તેના અંતરગ્ત જો કોઈ વ્યક્તિ આતંકવાદી ગતિવિધીઓને અંજામ આપે છે કે પછી તેમાં ભાગ લે છે તો તેને આતંકવાદી જાહેર કરવામાં આવશે.