નવી દિલ્હી : સંસદ દરમિયાન લોકસભાની કાર્યવાહીમાં હંગામો કરતા સાંસદોને તમે ઘણીવાર જોયા હશે. પરંતુ હવે આવો હંગામો કરનારા સાંસદોની ખેર નથી. આ મામલે લોકસભા રૂલ્સ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત પોતાની બેઠક પર ઉભા થઇને હંગામો કરનારા સાંસદો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ વેલમાં જઇ હંગામો કરનારા સાંસદોને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સંસાદની લોક લેખા સમિતિ (પીએસી)ના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ નિર્ણયને આગામી લોકસભા પર રાખવા માટે પત્ર લખ્યો હતો. પરંતુ લોકસભા રૂલ્સ કમિટીએ આ આ પત્રને કોરાણે રાખી આ નિર્ણય લીધો છે.