BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET, સંસદ ભવન બહાર ધરપકડ કરાયેલી નીલમ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે
દિલ્હીના સંસદ ભવનમાં બુધવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે બે યુવક અચાનક વચ્ચે ગૃહમાં આવી કૂદી ગયા હતા. તો સંસદ ભવનની બહાર એક યુવતી અને એક યુવકે હંગામો કર્યો. યુવતીએ નારેબાજી કરતા ટિયર સ્મોગ છોડ્યો હતો. યુવતીનું નામ નીલમ છે. નીલમ હરિયાણાના જિંદની રહેવાસી છે.
જિંદઃ સંસદ ભવનમાં બે વ્યક્તિએ કૂદીને હોબાળો મચાવી દીધો છે. તો લોકસભાની બહાર પીળા અને લાલ ધુમાડાવાળા ડબ્બા લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ગ્રુપમાં એક યુવતી પણ સામેલ છે. યુવતી હરિયાણાના હિસારની રહેવાસી 42 વર્ષીય નીલમ છે. પોલીસે નીલમને કસ્ટડીમાં લીધો તો તે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી રહી હતી. નીલમના પરિવારને ખબર નહોતી કે તે શું કરવા જઈ રહી છે. પરિવારને જ્યારે લોકોના ફોન આવ્યા તો તેમણે ટીવી ચાલુ કરીને જોયું અને તેમને ખબર પડી કે નીલમની સંસદ ભવનની બહાર પ્રદર્શન કરવા માટે ધરપકડ કરવામાં આવી છે. નીલમના ભાઈએ કહ્યું કે તેણે ખુબ મહેનતથી અભ્યાસ કર્યો છે. બસ નોકરી કરવા ઈચ્છતી હતી અને નોકરી ન મળતા તણાવમાં હતી.
નીલમ જિંદ જિલ્લાના ઘસો કલાની રહેવાસી છે. નીલમના નાના ભાઈએ મીડિયા સાથે વાત કરી. તેણે કહ્યું કે, અમને ખબર નહોતી કે તે દિલ્હી ગઈ હતી. અમને એટલી ખબર હતી કે તે અભ્યાસ માટે હિસારમાં છે. તે કાલે એક દિવસ પહેલા અમને મળવા આવી હતી અને કાલે પરત ફરી હતી.
આ પણ વાંચોઃ Weather Update: દેશમાં શીતલહેર વચ્ચે 11 રાજ્યોમાં પડશે ભારે વરસાદ, IMDની ચેતવણી
આટલી ડિગ્રી છતાં નોકરી ન મળી
નીલમના અભ્યાસ વિશે તેના ભાઈએ જણાવ્યું કે તેણે BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET પાસ કરી છે. આટલા અભ્યાસ અને તમામ પ્રયાસો છતાં તેને નોકરી ન મળી. તે 42 વર્ષની થઈ ગઈ છે. પરિવારની આર્થિક સ્થિતિ પર સારી છે. પરિવાર એક લોઅર મિડલ ક્લાસ છે.
બેરોજગારીથી હતી પરેશાન
નીલમના ભાઈએ જણાવ્યું કે તે હિસારમાં રહી તૈયારી કરી રહી હતી અને નોકરી માટે પરીક્ષા આપતી હતી. તે છ મહિના પહેલા જિંદથી હિસાર થઈ ગઈ હતી. તે બેરોજગારીથી ખુબ પરેશાન હતી. કિસાન આંદોલનમાં પણ સામેલ થઈ હતી. નાના ભાઈએ જણાવ્યું કે મોટા ભાઈનો તેને ફોન આવ્યો કે ટીવીમાં જુઓ નીલમની ધરપકડ થઈ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube