લોકસભા સ્પીકર ઓમ બિરલા Corona થી સંક્રમિત, દિલ્હી AIIMS કોવિડ સેન્ટરમાં દાખલ
દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત કેસ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે આઠ કલાકે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા છે. તો 197 લોકોના મૃત્યુ થયા છે.
નવી દિલ્હીઃ લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla) કોરોનાથી સંક્રમિત થયા છે અને એમ્સ દિલ્હીમાં દાખલ છે. હોસ્પિટલે સત્તાવાર નિવેદન જાહેર કરી રવિવારે આ જાણકારી આપી છે. તેમના અનુસાર સ્પીકર 19 માર્ચે કોરોના પોઝિટિવ આવ્યા હતા અને 20 માર્ચે એમ્સના કોવિડ સેન્ટરમાં દાખલ થયા હતા. હોસ્પિટલ અનુસાર તેમની હાલત સ્થિર છે. દ્યાનમાં રહે કે 58 વર્ષીય લોકસભા સ્પીકર એવા સમયે કોરોના સંક્રમિત થયા, જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રનો બીજો તબક્કો આઠ માર્ચથી શરૂ થયો અને આઠ એપ્રિલ સુધી ચાલશે.
મહત્વનું છે કે દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. દેશમાં સતત કેસ વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે આઠ કલાકે જાહેર થયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 43846 નવા કેસ સામે આવ્યા છે. તો 197 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધી 1,15,99,130 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસ વધીને 3,09,087 થઈ ગયા છે. 1,59,755 લોકોના મૃત્યુ થયા છે. આ પહેલા 26 નવેમ્બરે એક દિવસમાં 44,489 કેસ સામે આવ્યા હતા. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર આઠ રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં સંક્રમણ તેજીથી વધી રહ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube