નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના આજે બીજા દિવસે પણ લોકસભામાં વિપક્ષે ખુબ હોબાળો મચાવ્યો. જેના કારણે લોકસભા અધ્યક્ષે સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી. હકીકતમાં પેગાસસ સોફ્ટવેરના કથિત જાસૂસી પ્રકરણને લઈને મંગળવારે વિપક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવતા વેલમાં વિરોધ પ્રદર્શન કર્યું. જેના કારણે સદનની કાર્યવાહી આગળ ચાલી નહીં. પરિણામ એ આવ્યું કે લોકસભા અધ્યક્ષે 2 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 વાગે રાજ્યસભામાં ચર્ચા
વિપક્ષી દળોમાં કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે સહમતિ બની ગઈ છે અને બપોરે 2 વાગે રાજ્યસભામાં આ મહત્વના મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં નક્કી થશે કે પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલા કોરોના પ્રેઝન્ટેશનમાં વિપક્ષ સામેલ થશે કે નહીં. ઈઝરાયેલ સ્પાયવેર પેગાસસ દ્વારા રાજનેતાઓ, પત્રકારો સહિત અનેક પ્રમુખ હસ્તીઓની કથિત જાસૂસી મુદ્દે કોંગ્રેસ સહિત વિભિન્ન પક્ષોના સભ્યોના હોબાળાના કારણે મંગળવારે રાજ્યસભાની બેઠક શરૂ થયાના ગણતરીના સમયમાં સ્થગિત કરવી પડી હતી. હોબાળા વચ્ચે ઉપલા ગૃહમાં શૂન્યકાળ થઈ શક્યો નહીં. 


કોંગ્રેસના આનંદ શર્માએ જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો
સદનની બેઠક શરૂ થવા પર કોંગ્રેસના આનંદ શર્માએ પેગાસસ દ્વારા કથિત જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તે રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન એક ગંભીર મુદ્દો છે અને તેના પર તત્કાળ ચર્ચા થવી જોઈએ. આથી તેમણે ઉપલા ગૃહમાં નિયત કામકાજ પર રોક કરી આ મુદ્દે ચર્ચા કરવા માટે નિયમ 267 હેઠળ એક નોટિસ આપી. 


સરકાર સાથે કોઈ લિંક નથી
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સરકાર અને પેગાસસ મુદ્દા વચ્ચે કોઈ સંબંધ નથી. આમ છતાં જો વિપક્ષના નેતા યોગ્ય પ્રક્રિયાના માધ્યમથી આ મુદ્દાને ઉઠાવવા માંગતા હોય તો તેમને ઉઠાવવા દો.


કોંગ્રેસ વિચારી રહી છે કે સત્તા અને પીએમ પર તેમનો અધિકાર છે- પ્રહ્લાદ જોશી
ભાજપની સંસદીય દળની બેઠક અંગે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે પીએમ મોદીએ વિપક્ષની ધારણા પર ચિંતા વ્યક્ત કરી. લોકોના મુદ્દા ઉઠાવવાની જગ્યાએ કોંગ્રેસ વિચારે છે કે સત્તા અને પીએમ પર તેમનો અધિકાર છે. આપણે 2 વર્ષથી મહામારી ઝેલી રહ્યા છીએ પરંતુ કોંગ્રેસ ખુબ બેજવાબદારીવાળો વ્યવહાર કરી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube