નવી દિલ્હીઃ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 અને જમ્મુ-કાશ્મીર અનામત બિલ પસાર થઈ ગયા પછી તેને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યા છે. આખો દિવસ તેના પર વિરોધ પક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે 'જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019' બિલ પર મતદાન યોજાયું હતું. જેમાં બિલની તરફેણમાં 370 વોટ પડ્યા હતા, જ્યારે તેના વિરોધમાં 70 વોટ પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ-2019 125 વિરુદ્ધ 61 વોટથી પસાર થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે લોકસભામાં આ બિલ પસાર થવાની સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવાં કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયાં છે. હવે અહીં લેફ્ટનન્ટ ગવર્નરનું શાસન રહેશે. હાલ, નવું બિલ લાગુ થતાં વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિક રાજ્યનાં પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર બની જશે. હાલ, તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બંને કેન્દ્રશાસિત પ્રદેશનો કાર્યભાર સંભળાશે. 


મતદાન સમયે સમાજવાદી પાર્ટીએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. 


અમિત શાહે લોકસભા પૂનર્ગઠન બિલની ચર્ચા પર જવાબ આપતા જણાવ્યું કે, વોટબેન્કની રાજનીતિના કારણે કેટલાક લોકો કલમ-370 નાબૂદ કરવાનો વિરોધ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે તેને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે. 


18.53 : પાકિસ્તામાંથી આવેલા શરણાર્થીઓને જમ્મુ-કાશ્મીરમાં મતદાનનો અધિકાર નથી. મનમોહન સિંહ અને આઈ.કે. ગુજરાત પંજાબમાં વસ્યા, જેના કારણે તેઓ દેશના વડાપ્રધાન બની શક્યા. 
18.52: માનવાધિકારની વાતો કરતા લોકોને પુછવા માગું છું કે કાશ્મીરી પંડિતોને જ્યારે પોતાનું વતન છોડવું પડ્યું ત્યારે એ લોકો ક્યાં ગયા હતા. 
18.51 : કલમ-370 નાબૂદ થવાની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં દેશમાં પર્યાવરણ સંબંધિત બનેલા તમામ કાયદા લાગુ પડશે. એટલે તેનાં પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય. 
18.50 : જમ્મુ-કાશ્મીર ધરતીનું સ્વર્ગ હતું, છે અને રહેશે. 
18.47: કલમ-370નો ઉપયોગ કરીને પાકિસ્તાને કાશ્મીરમાં અલગતાવાદીઓને ભડકાવ્યા છે. 
18.46: કલમ-370ના કારણે રાજ્યમાં આતંકવાદ ફુલ્યો-ફાલ્યો. તેના કારણે રાજ્યમાં 41 હજાર કરતાં વધુ લોકોનાં મોત થઈ ગયાં છે.
18.45: કલમ-370ના કારણે રાજ્યમાં વિકાસ ન થયો અને ગરીબી વધતી ગઈ. તેના કારણે યુવાનો માર્ગ ભુલી ગયા અને તેઓ અલગતાવાદીઓના હાથા બની ગયા. 


હવે લદ્દાખે પડછાયામાંથી બહાર આવીને ચમકવાનો સમય આવી ગયો છેઃ BJPના સાંસદ જામયાંગ ત્સેરિંગ


18.21 : જમ્મુ-કાશ્મીરમાં અમે વિધાનસભાની જોગવાઈ રાખી છે. ત્યાં મુખ્યમંત્રી પણ હશે અને જનપ્રતિનિધિઓ પણ હશે. સરકાર તેઓ જ ચલાવશે. 
18.20: જમ્મુ-કાશ્મીરમાં લેફ્ટનન્ટ ગવર્નર વહીવટદારની મદદથી સરકાર ચલાવશે એ આરોપો ખોટા છે. 
18.20: જવાહરલાલ નેહરુએ પણ અસ્થાયી ધોરણે જ કલમ-370 લાગુ કરી હતી. અમે જમ્મુ-કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો દૂર કરવામાં 70 વર્ષનો સમય નહીં લગાવીએ.


'કેન્દ્ર સરકાર અમારી હત્યા કરવા માગે છે, ગૃહમંત્રાલય જૂઠ્ઠું બોલી રહ્યું છે': ફારૂક અબ્દુલ્લાનો આક્ષેપ 


18.17: કોંગ્રેસે 1975માં કટોકટી લાદી દઈને સમગ્ર દેશને કેન્દ્રશાસિત બનાવી દીધો હતો. 
18.15: કોંગ્રેસે કોને પુછીને આંધ્રપ્રદેશના ભાગલા કર્યા હતા? આંધ્રપ્રદેશની વિધાનસભાએ પ્રસ્તાવ ફગાવી દીધો તેમ છતાં કોંગ્રેસે રાજ્યના બે ભાગલા કર્યા હતા. 
18.11: 1989થી 2019 સુધીમાં 41,000થી વધુ લોકોનાં મોત થયા છે. વાટાઘાટો કરતા-કરતા 70 વર્ષ થઈ ગયા છે. હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. 
18.10: જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવા રાખવા અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કાબુમાં રાખવા માટે સુરક્ષા દળો ઉતારવામાં આવ્યા છે. 
18.09: મોદી સરકારનો કલમ-371 દૂર કરવાનો કોઈ પણ ઈરાદો નથી. 
18.08: કલમ-370 અને કલમ-371ની સરખામણી થઈ શકે એમ નથી. વિરોધ પક્ષ આ રીતે જનતાને ગેરમાર્ગે દોરવ માગે છે. 
18.06: કાશ્મીર મુદ્દાને જવાહરલાલ નેહરુ સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયા હતા. 
18.05: જો નેહરૂએ યુદ્ધ વિરામનો આદેશ આપ્યો ન હોત તો આજે સેનાએ કાશ્મીર જીતી લીધું હોત. 


જૂઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...