પટના : લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને બિહારમાં મહાગઠબંધનની સીટોની વહેંચણીની અધિકારીક જાહેરાત કરવામાં આવી છે. આ મહાગઠબંધનમાં આરજેડીને 20 સીટો તો કોંગ્રેસને 9 સીટો ફાળવવામાં આવી છે. બીજી તરફ સીપીઆઇએમએલને આરજેડીએ પોતાનાં ખાતાની એક સીટ આપી છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના પ્રવક્તા મનોઝ ઝાએ જણાવ્યું કે, પ્રેસ કોન્ફરન્સ પહેલા એક બેઠક યોજાઇ. આ બેઠકમાં તેજસ્વી યાદવ, શરદ યાદવ, જીતન રામ માંઝી સહિત અનેક નેતાઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાગઠબંધનમાં નવાદા સીટ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)નાં ખાતામાં ગઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતનું ખાઇને ભારતનું જ ખોદતા અલગતાવાદી નેતાઓ પર EDની કડક કાર્યવાહી


વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર
બિહારની બે વિધાનસભા સીટો પર યોજાનારા પેટા ચૂંટણીને ધ્યાને રાખીને ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. અહીં નવાદાથી હિન્દુસ્તાની આવામ મોર્ચાનાં ધીરેન્દ્ર કુમાર અને ડેહરીથી આરજેડી ઉમેદવાર મોહમ્મદ ફિરોઝ હુસૈન ચૂંટણી મેદાનમાં ઉતરશે. 


પુલવામા હૂમલાના આરોપી જૈશ એ મોહમ્મદનો કમાંડરની દિલ્હીમાં ધરપકડ, આ વેશમાં પકડાયો

CPI(ML)ને RJD ક્વોટામાંથી એખ સીટ ફાળવવામાં આવી
 મનોઝ ઝાએ કહ્યું કે, આ ગઠબંધનનો પાયો 2014માં લાલુ પ્રસાદ યાદવે નાખ્યો હતો. આ ગઠબંધન દેશને સંવિધાનને સુરક્ષીત રાખવા માટે થયું છે. સીપીઆઇએમએલ (CPI(ML)ને અમે પોતાનાં ક્વોટામાંથી એક સીટ ફાળવી છે.