નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ ગણાવી દેશનું ગૌરવ વધ્યાનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે સંકલ્પ પત્ર દેશવાસીઓ માટે એક રેકોર્ડ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે એટલું જ કહેવા માગું છું કે અમે જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો તમામ પ્રયાસ કર્યો છે. અમે દેશને મજબૂત સરકાર આપવાનો વાદો કરીએ છીએ. અમે મોદીજીના નેતૃત્વમાં જનતાની અપેક્ષાનું ભારત બનાવવામાં સફળ રહીશું. આ અપેક્ષાઓની પૂર્તિ કરવાની ચૂંટણી છે. અમને પૂર્ણ આશા છે કે ફરી એકવાર મજબૂત સરકાર બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે પાંચ વર્ષની મોદી સરકારની સિધ્ધિઓ ગણાવતાં કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશનું મહત્વ અને ગૌરવ વિશ્વમાં વધ્યું છે. આતંકવાદનો મૂળ જ્યાં છે ત્યાં વાર કર્યો છે, વિશ્વમાં સંદેશ ગયો છે કે ભારતની સીમાને કોઇ છંછેડી શકે એમ નથી
ભારતનું ગૌરવ આજે વિશ્વમાં પ્રસરી રહ્યું છે, પાંચ વર્ષમાં ભારતની વિશ્વમાં સાખ વધી છે. નવા ભારતની દિશામાં દેશ તેજીથી આગળ વધી રહ્યો છે. 


આ પણ વાંચો : સંકલ્પ પત્રમાં શું છે ખાસ ખાસ


જુઓ LIVE TV