નવી દિલ્હી : લોકસભાની 543 બેઠકો માટે દેશમાં વિવિધ સાત તબક્કામાં મતદાન કરાયું છે. આજે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જે સાંજે પ વાગે પૂર્ણ થશે. આ સાથે જ દેશમાં એક્ઝિટ પોલનો દોર શરૂ થશે. દેશના પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય મીડિયા ગ્રુપ ઝી ન્યૂઝ પર સાંજે પ વાગ્યાથી મહા એક્ઝિટ પોલ પર ચર્ચા શરૂ થશે. અહીં નોંધનિય છે કે લોકસભાની 543 બેઠકો પૈકી તમિલનાડુની વેલ્લૌર બેઠક પર મતદાન રદ થતાં 542 બેઠકો માટે જ મતદાન થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં સાત તબક્કામાં મતદાન કરાયું છે. આજે સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં પરિણામોના અંદાજાને લઇને એક્ઝિટ પોલની ચર્ચાઓ શરૂ થશે. દેશમાં કોને વધુ બેઠકો મળશે? કોની સરકાર બનશે? આ સવાલોના જવાબ જાણવા સૌને ઉત્સુકતા છે ત્યારે દેશના પ્રતિષ્ઠિત અને વિશ્વસનિય મીડિયા ઝી ન્યૂઝ પર સાંજે 5 વાગ્યાથી મહા એક્ઝિટ પોલ શરૂ થશે. 


આ પણ વાંચો: કેવી રીતે થાય છે એક્ઝિટ પોલ?


ચૂંટણી ચર્ચાનો વિષય બનેલા તમામ સવાલોના જવાબ આજે વિવિધ ચેનલો પર એક્ઝિટ પોલ (Exit Poll) સર્વેના માધ્યમથી આપવાનો પ્રયાસ કરશે. તમામ ચેનલોના સર્વેના આધાર પર ZEE News પોતાના દર્શકો માટે 'poll of polls' રજુ કરશે. ટુડે ચાણક્ય (Today's Chanakya), રિપબ્લિક સી વોટર (Republic-CVoter), એબીપી સીએસડીએસ (ABP-CSDS), ન્યૂઝ 18 આઇપીએસઓએસ  (News18-IPSOS), ઇન્ડિયા ટુડે એક્સિસ (India Today-Axis), ટાઇમ્સ નાઉ સીએનએક્સ (Times Now-CNX), ન્યૂઝ એક્સ નેતા (NewsX-Neta) પોતાના એક્ઝિટ પોલ પેશ રજુ કરશે. જેના આધારે Zee News પોતાનો મહા Exit Poll રજુ કરશે. 


આ પણ વાંચો: એક્ઝિટ પોલના પરિણામ કેટલા સચોટ?


ઉલ્લેખનિય છે કે, એક્ઝિટ પોલ 2019ના પરિણામ (Loksabha Exit Poll Result) ત્યારે જ રજુ કરી શકાશે કે જ્યારે સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઇ જાય. આ મામલે ચૂંટણી પંચે ચૂટણી જાહેર કરી ત્યારે જ મીડિયા માટે આચારસંહિતા રૂપી માર્ગદર્શિકા બહાર પાડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV