ઝી વેબ ડેસ્ક/ અમદાવાદઃ ભારતમાં સંસદીય લોકશાહી છે અને દેશમાં ચૂંટાયેલા સાંસદો દ્વારા સરકાર રચાય છે અને તે પાંચ વર્ષ સુધી દેશમાં રાજ કરે છે. લોકસભા ચૂંટણીને સામાન્ય ચૂંટણી પણ કહેવામાં આવે છે. લોકસભામાં કુલ 552 સભ્યોની સંખ્યા છે, જેમાંથી 2 વ્યક્તિનું નામાંકન ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એન્ગ્લો-ઈન્ડિયન સમુદાયમાંથી કરવામાં આવે છે. 550 સંસદ સભ્યોમાં 20 સભ્ય કેન્દ્રશાસિત પ્રદેશના હોય છે, જ્યારે 530 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. રાજ્યોમાં વસતીના આધારે સંસદીય સીટની ફાળવણી કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં સૌથી વધુ લોકસભા બેઠક ધરાવતું રાજ્ય ઉત્તરપ્રદેશ છે, જ્યાં 80 સંસદીય બેઠક આવેલી છે. જ્યારે સૌથી ઓછી સંસદીય બેઠક મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમમાં 1 સંસદીય બેઠક છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ સંસદીય બેઠક હોવાને કારણે મોટાભાગના રાજ્યકીય પક્ષો આ રાજ્ય પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરતા હોય છે. 


સરકાર બનાવવા માટે 550માંથી કોઈ પણ એક પક્ષે ઓછામાં ઓછી 273 બેઠક પર વિજય મેળવવાનો હોય છે. એટલે કે, કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંસદમાં 273 બેઠક જીતવી જરૂરી છે. વડા પ્રધાન પદ માટે ઉમેદવારની પસંદગી ચૂંટાયેલા પક્ષના સાંસદોની બેઠકમાં કરવામાં આવતી હોય છે. 


[[{"fid":"203054","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વર્તમાન સરકારનો કાર્યકાળ મે મહિનામાં પૂરો થઈ રહ્યો છે. એટલે કે, લોકભાની ચૂંટણી મે મહિના પહેલાં થઈ જવી જોઈએ. વર્તમાન લોકસભા ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ), ભારતીય જનતા પાર્ટી (ભાજપા), આમ આદમી પાર્ટી (આપ), સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજ પાર્ટી (બસપા) મુખ્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષો છે. આ ઉપરાંત, રાજ્યોમાં પણ અનેક સ્થાનિક પક્ષો ચૂંટણીમાં ઝંપલાવે છે. 


વર્ષ 2014નું લોકસભા ચૂંટણી પરિણામ 


પક્ષ       બેઠક
ભાજપ 282
કોંગ્રેસ  44
AIADMK 37
બીજુ જનતા દળ 20
ટીડીપી   16
તૃણમુલ કોંગ્રેસ   34
શિવસેના  18
ટીઆરએસ   11
અન્ય પક્ષો 71

2019ની ચૂંટણી અંગે પૂર્વાનુમાન 
લોકસભાની ચૂંટણી પહેલા કેટલીક સમાચાર ચેનલ અને ખાનગી સંસ્થાઓ દ્વારા પૂર્વાનુમાન વ્યક્ત કરાયું છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસ દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ અનુસાર ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર ફરીથી સરકાર બનાવશે તેવું અનુમાન છે. 2019ની ચૂંટણીમાં આ પાર્ટીને 293થી 309 જેટલી બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધન યુપીએને 102 બેઠકો મળશે, જ્યારે અન્ય પક્ષોને 83 બેઠકો પર વિજય મળે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશમાં જે રીતે લોકપ્રિયતા છે તે જોતાં તેઓ ફરી બીજી વખત વડા પ્રધાન બને એવું પણ અનુમાન વ્યક્ત કરાયું છે. 


ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2019નું પરિદૃશ્ય 
ગુજરાત રાજ્યમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની કુલ 26 બેઠકમાંથી કચ્છ અને અમદાવાદ પશ્ચિમની બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત છે. જ્યારે દાહોદ, છોટા ઉદેબુર, બારડોલી અને વલસાડની ચાર બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી છે. આ સિવાયની બેઠકો જનરલ કેટેગરીની છે. 


ગુજરાતની 26 બેઠકો પર 2014માં વિજેતા ઉમેદવાર


ક્રમ બેઠક કેટેગરી વિજેતા ઉમેદવાર (પક્ષ)
1 કચ્છ SC ચાવડા વિનોદ લક્ષ્મણસિંહ (ભાજપ)
2 બનાસકાંઠા જનરલ ચૌધરી હરીભાઈ પાર્થીભાઈ (ભાજપ)
3 પાટણ જનરલ લીલાધરભાઈ કે. વાઘેલા (ભાજપ)
4 મહેસાણા જનરલ જયશ્રીબેન કે. પટેલ (ભાજપ)
5 સાબરકાંઠા જનરલ દીપસિંહ શંકરસિંહ રાઠોડ (ભાજપ)
6 ગાંધીનગર જનરલ  લાલકૃષ્ણ આડવાણી (ભાજપ)
7 અમદાવાદ પૂર્વ જનરલ પરેશ રાવલ (ભાજપ)
8 અમદાવાદ પશ્ચિમ SC ડો. કિરીટ સોલંકી (ભાજપ)
9 સુરેન્દ્રનગર     જનરલ દેવજીભાઈ ગોવિંદભાઈ ફતેપરા (ભાજપ)
10 રાજકોટ જનરલ મોહનભાઈ કે. કુંડારિયા (ભાજપ)
11 પોરબંદર જનરલ વિઠ્ઠલભાઈ રાદડિયા (ભાજપ)
12 જામનગર     જનરલ પૂનમ એચ. માડમ (ભાજપ)    
13 જૂનાગઢ જનરલ     ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ (ભાજપ)
14 અમરેલી જનરલ કાછડિયા નારણભાઈ ભીખાભાઈ (ભાજપ)
15 ભાવનગર જનરલ ડો. ભારતીબેન ડી. શિયાલ (ભાજપ)
16 આણંદ જનરલ દિલીપ પટેલ (ભાજપ)
17 ખેડા જનરલ ચૌહાણ દેવુસિંહ (ભાજપ)
18 પંચમહાલ જનરલ ચૌહાણ પ્રભાતસિંહ પ્રતાપસિંહ (ભાજપ)
19 દાહોદ ST જસવંતસિંહ ભાભોર (ભાજપ)
20 વડોદરા જનરલ રંજનબેન ધનંજય ભટ્ટ (ભાજપ)
21 છોટા ઉદેપુર ST રામસિંહ રાઠવા (ભાજપ)
22 ભરૂચ જનરલ મનસુખભાઈ વસાવા (ભાજપ)
23 બારડોલી ST પ્રભુભાઈ વસાવા (ભાજપ)
24 સુરત જનરલ દર્શનાબેન જરદોશ (ભાજપ)
25 નવસારી જનરલ સી.આર. પાટીલ (ભાજપ)
26 વલસાડ ST  ડો. કે.સી. પટેલ (ભાજપ) 

ગુજરાતમાં ભાજપની તૈયારી
રાજ્યમાં ભાજપે ફરી એક વાર રાજ્યની તમામ 26 બેઠકો પર વિજય મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જોકે આ વખતે ચડાણ કપરું છે એ વાતથી પણ ભાજપ વાકેફ છે. ગત લોકસભા ચુંટણી દરમિયાન મોદી વેવમાં આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચુંટણી લડનારા પણ જીતી ગયા હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિ કંઈક અલગ છે. આ કારણે જ આ વખતે પાર્ટી ડઝન જેટલા ઉમેદવાર બદલાવે તેવી શક્યતા છે. તાજેતરમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને તેના ગઢ કહેવાતા ત્રણ રાજ્યોમાં પરાજયનો સામનો કરવા પડ્યો અને સાથે જ સત્તા પણ ગુમાવવી પડી છે અને અહીં કોંગ્રેસ સત્તામાં આવી છે. એટલે, આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ ફૂંકી ફૂંકીને પગ મુકવા માગે છે. 


ગુજરાતમાં કોંગ્રેસની તૈયારી
કોંગ્રેસ માટે આ વખતે રાજ્યમાં સારો માહોલ છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું અને ભાજપને કાંટાની ટક્કર આપી હતી. આ ઉપરાંત, તાજેતરમાં જ દેશમાં 5 રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા એવા ત્રણ રાજ્ય - રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસે સત્તામાં પૂનરાગમન કર્યું છે. તેમાં પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો 15 વર્ષ બાદ કોંગ્રેસને સત્તા મળી છે. આથી કોંગ્રેસ પાર્ટીના આત્મવિશ્વાસમાં થોડો વધારો થયો છે. એટલે, કોંગ્રેસ તેની તરફેણમાં ઊભા થયેલા માહોલનો પુરતો લાભ લેવા માગી રહી છે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...