નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 પહેલા તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે. 91 બેઠકો માટે સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 91 બેઠકો માટે 1279 ઉમેદવારો મેદાનમાં છે. સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 14 ટકાથી 48 ટકા સુધી મતદાન નોંધાયું છે. લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કા માટે આજે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળમાં મતદાન ચાલુ છે. મતદારો સારી એવી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 વાગ્યા સુધી સરેરાશ 14 ટકાથી 48 ટકા સુધી મતદાન થયું છે. જેમાં સૌથી વધુ નાગાલેન્ડમાં 48 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું એ એન્ડ એન આઇસલેન્ડ પંથકમાં 14 ટકા જેટલું મતદાન થયું છે. ઉત્તરાખંડમાં 23.7 ટકા મતદાન થયું છે. મિઝોરમમાં 29.8 ટકા મતદાન થયું છે. તેલંગાણામાં 22.84 ટકા મતદાન થયું છે. મેઘાલયમાં 27 ટકા મતદાન થયું છે. અરૂણાચલ પ્રદેશમાં 27.48 ટકા મતદાન થયું છે. મણિપુરમાં 35 ટકા અને બિહારમાં 20.31 ટકા મતદાન થયું છે. વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર મતદારોની કતારો લાગી હતી. સવારે 9 વાગે બહાર પડેલા આંકડા મુજબ એકલા નાગાલેન્ડની બેઠક પર સવારે 9 વાગ્યા સુધીમાં 21 ટકા સુધીનું જંગી મતદાન નોંધાઈ ચૂક્યું છે. આ જ રીતે સવારે 9 વાગ્યા સુધીમાં આ બેઠક પર સૌથી વધુ મતદાન થયેલું જોવા મળ્યું. 



11 વાગ્યા સુધી મતદાન ટકાવારી
ઉત્તરાખંડ 23.7
મિઝોરમ 29.8
તેલંગણા 22.84
મેઘાલય 27
અરૂણાચલ પ્રદેશ 27.48
નાગાલેન્ડ 48
મણિપુર 35
બિહાર 20.31
એ એન્ડ એન આઇસલેન્ડ 14.37

સવારે નવ વાગ્યા સુધીમાં બિહારમાં 5 ટકા, ઔરંગાબાદમાં 5.6 ટકા, ગયામાં 11 ટકા, નવાદામાં 3ટકા, જમુઈમાં 3 ટકા મતદાન નોંધાયુ છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં ગૌતમ બુદ્ધ નગરમાં સવારે 9 વાગ્યા સુધી 15 ટકા, કૈરાનામાં 10 ટકા, બિજનૌરમાં 13.45 ટકા, મેરઠમાં 10 ટકા અને બાગપતમાં 11 ટકા મતદાન નોંધાયું છે. નાગાલેન્ડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 21 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 20 રાજ્યોમાં 91 લોકસભા બેઠકો માટે અને ચાર રાજ્યોની વિધાનસભા બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. 91 લોકસભા બેઠકો માટે કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે.


પહેલા તબક્કાના મતદાનમાં આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો
પહેલા તબક્કાના મતદાનમાં જે પ્રમુખ નેતાઓના ભાગ્ય ઈવીએમમાં કેદ થવાના છે તેમાં કેન્દ્રીય મંત્રી જનરલ (સેવાનિવૃત્ત) વી કે સિંહ, નીતિન ગડકરી, હંસરાજ અહીર, કિરણ રિજિજૂ, કોંગ્રેસના રેણુકા ચૌધરી, એઆઈઈએમઆઈએમના અસદ્દુદ્દીન ઓવૈસી સામેલ છે. પ્રથમ તબક્કાના મતદાનમાં આરએલડીના અજીત સિંહનો મુકાબલો ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર સીટ પર ભાજપના સંજીવ બાલિયાન સામે છે. જ્યારે તેમના પુત્ર જયંત ચૌધરીનો મુકાબલો બાગપત બેઠક પર કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ સામે છે. એલજેપીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના સાંસદ પુત્ર ચિરાગ પાસવાન બિહારમાં જમુઈ સીટથી ઉમેદવાર છે. 


લોકસભા ચૂંટણી 2019: લેટેસ્ટ ન્યૂઝ જાણો