નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં રાજધાની દિલ્હીની સાતેય સીટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં આવી રહી છે. ભાજપના તમામ નેતાઓ માટી બહુમતીથી જીત્યા છે. ગૌતમ ગંભીર, મનોજ તિવારી, હંસરાજ હંસના નેતાઓએ ભાજપનો ભગવો લહેરાવ્યો છે. તો શીલા દીક્ષિત, અજય માકન, આપની આતિશી, રાધવ ચઢ્ઢા સહિતના નેતાઓ હાર્યાં છે. જાણો દિલ્હીની સીટોનું પરિણામ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીટ- નવી દિલ્હી, ઉમેદવાર મીનાક્ષી લેખી- અજય માકન
17મી લોકસભા ચૂંટણીમાં દિલ્હીની હોટ સીટ નવી દિલ્હીથી ભાજપના ઉમેદવાર મીનાક્ષી લેખીએ પોતાની સીટ જાળવી રાખી છે. મતગણના પ્રમાણે મીનાક્ષી લેખીએ કોંગ્રેસ ઉમેદવાર અજય માકનને 3,91,222 મતોથી પરાજય આપ્યો છે. ભાજપના ઉમેદવાર મીનાક્ષી લેખીને 5,042,06 મત જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય માકનને 2,47,702 મત મળ્યા છે. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર બૃજેશ ગોયલને 1,50,342 મત મળ્યા છે. નોટાનો વિકલ્પ 6601 ઉમેદવારોએ પસંદ કર્યો છે. 


સીટ- ઈસ્ટ દિલ્હી, ગૌતમ ગંભીર-અરવિંદર સિંહ લવલી
ઈસ્ટ દિલ્હીથી ભાજપ તરફથી પ્રથમ વખત મેદાનમાં ઉતરેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર 55.53 ટકા મત મેળવીને અડધા કરતા વધુ મતદારોની પસંદ બન્યો છે. ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીરે દિલ્હી પૂર્વ સીટથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદર લવલીને 3.91 લાખ મતોના અંતરથી હરાવ્યા છે. મતગણના પ્રમાણે ગૌતમ ગંભીરને 6,96,156 મત મળ્યા છે, કોંગ્રેસના અરવિંદર સિંહ લવલીને 3,49,934 મત મળ્યા અને તે બીજા સ્થાને રહ્યાં છે. તો આપની આતિશી 2,19,328 મતોની સાથે આશરે 18 ટકા મતદારોની પસંદ બની છે. 


સીટ- પશ્ચિમી દિલ્હી, હંસરાજ હંસ- ગુગ્ગન સિંહ
ઉત્તર પશ્ચિમી દિલ્હી સીટથી ઉદિત રાજની ટિકિટ કાપીને ગાયક હંસરાજ હંસને આપ્યા બાદ આ સીટ ખુબ ચર્ચામાં રહી હતી. મતગણતરી પ્રમાણે આ સીટથી કુલ મતદાતામાંથી 61 ટકા મતદારોએ હંસરાજ માટે બટન દબાવ્યું. હંસરાજે આમ આદમી પાર્ટીના ગુગ્ગન સિંહને 5,53,897 મતોથી પરાજય આપ્યો છે. હંસરાજને 8,48,663 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રાજેશ લિલોઠિયાને 2,36,882 મત અને આપના ઉમેદવાર ગુગ્ગન સિંહને 2,94,766 મત મળ્યા છે. 


સીટ- નોર્થ ઈસ્ટ દિલ્હી, મનોજ તિવારી-શીલા દીક્ષિત
દિલ્હીની હોટ સીટ નોર્થ ઈસ્ટ દિલ્હીના પરિણામોની વાત કરીએ તો ભાજપે ફરી એકવાર આ સીટ પોતાના નામે કરી લીધી છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ નોર્થ ઈસ્ટ સીટ પર કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતને  3,66,102 મતોથી હરાવીને કબજો કરી લીધો છે. કાઉન્ટિંગ પ્રમાણે ભાજપના ઉમેદવાર મનોજ તિવારીને 7,87,799 મત, કોંગ્રેસની શીલા દીક્ષિતને 4,21,697 મત અને આપના દિલીપ પાંડેને 1,90,856 મત મળ્યા છે. 


સીટ- પશ્ચિમ દિલ્હી, પ્રવેશ વર્મા-મહાબલ મિશ્રા
પશ્ચિમી દિલ્હી દિલ્હીની એવી સીટ છે જ્યાંથી ભાજપના ઉમેદવાર સૌથી વધુ માર્જિનથી જીતી રહ્યાં છે. ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા આ સીટથી કુલ મતદાતાઓમાંથી 60 ટકા કરતા વધુ મતદાતાની પસંદ બન્યા અને કોંગ્રેસના મહાબલ મિશ્રાને  5,78,486થી વધુ મતોના અંતરથી હરાવ્યા છે. અત્યાર સુધીની ગણતરી પ્રમાણે ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માને 8,65,648 મત મળ્યા છે, કોંગ્રેસ ઉમેદવાર મહાબલ મિશ્રાને 2,87,162 મત તો આપના ઉમેદવાર બલબીર સિંહ જાખડને 2,51,873 મત મળ્યા છે.