લખનઉ : લોકસભા ઈલેક્શનમાં બીજેપીને મજબૂત મુકાબલો આપવા માટે બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકરક્ષક દળની વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. ત્રણેય દળોની વચ્ચે પશ્ચિમી ઉત્તર પ્રદેશની લોકસભા સીટના ભાગલા પડી ગયા છે. બુધવારે આરએલડીના ઉપાદધ્યક્ષ જયંત સિંહે અખિલેશ યાદવની સાથે બેઠક બાદ ગઠબંધનમાં આરએલડીને સામેલ કરવા પર સહમતિ બનાવી હતી. સૂત્રોના હવાલાથી મળેલી માહિતી મુજબ, સીટ ડિસ્ટ્રીબ્યુશનના લિસ્ટમાં આરએલડીને ત્રણ સીટ આપવામાં આવી છે. તો આરએલડીના એક પ્રત્યાર્ક્ષી સપાના ઈલેક્શન ચિન્હ પર મેદાનમાં ઉતરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોનું કહેવું છે કે, પશ્ચિમ ઉત્તર પ્રદેશની 23 લોકસભા સીટમાઁથી મોટાભાગની સીટ બહુજન સમાજ પાર્ટીના ખાતામાં ગઈ છે. અહીં બીએસપી 12 સીટ પર ઈલેક્શન લડશે. જ્યારે કે 8 સીટ પર સપા અને 3 સીટ પર આરએલડીના ઉમેદવાર ઉતરશે. 


સૂત્રોના હવાલાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં આ સીટ શેરિંગનું ફોરમ્યુલા રહેશે. 


  • પશ્ચિમી ઉત્તર પ્રદેશની કુલ 23 સીટમાંથી એસપી-બીએસપી અને આરએલડીની વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન

  • ત્રણ સીટ પર આરએલડી પોતાના સિમ્બોલ પર ઈલેક્શન લડશે

  • હાતરસની સીટ પર સપાના સિમ્બોલ પર આરએલડીનો ઉમેદવાર ઈલેક્શન લડશે

  • પશ્ચિમી યુપી પર 8 સીટો પર સમાજવાદી પાર્ટીનો ઉમેદવાર લડશે

  • 12 સીટ બહુજન સમાજવાદી પાર્ટીના ખાતામાં ગઈ


ક્યાં કોણ લડશે, આ છે પૂરુ લિસ્ટ


  • નોયડા-બીએસપી

  • ગાઝીયાબાદ - બીએસપી 

  • મેરઠ -- બીએસપી  

  • હાપડ- બીએસપી 

  • બુલંદશહેર- બીએસપી 

  • આગ્રા- બીએસપી 

  • ફતેહપુર સીકરી - બીએસપી 

  • સહારનપુર - બીએસપી 

  • અમરોહા- બીએસપી 

  • બિજનૌર- બીએસપી 

  • નગીના - બીએસપી 

  • અલીગઢ - બીએસપી 

  • હાથરસ - સપા

  • કૈરાના - સપા

  • મુરાદાબાદ - સપા

  • સંભલ - સપા

  • રામપુર - સપા

  • મૈનપુર - સપા

  • ફિરોઝાબાદ - સપા 

  • એટા  - સપા

  • બાગપત - આરએલડી

  • મુઝફ્ફરનગર - આરએલડી

  • મથુરા - આરએલડી