Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીઓના માહોલની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું છે. ભાજનને લોકસભા ચૂંટણી દરમિયાન એક મોટો ફટકો પડ્યો છે. બબ્બે ટર્મથી સાંસદ રહેલાં દિગ્ગજ મહિલા નેતાએ હાલ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં વાગ્યા પર મીઠું ભભરાવતા હોય તેમ ભાજપમાંથી રાજીનામું આપીને આ દિગ્ગજ મહિલા નેતા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં વાત થઈ રહી છે બબ્બે ટર્મથી ભાજપના સાંસદ રહેલાં કૈલાશો સૈનીની. તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. જેને કારણે કોંગ્રેસને મોટો લાભ થયો છે. સૈની ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલું જ નહીં રાજીનામું આપતાની સાથે જ સૈનીએ ભાજપ પર ગંભીર આરોપો પણ મુક્યા છે. 
 



 


ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપો-
ભાજપમાંથી રાજીનામું આપતાં અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તથા ચૌધરી ઉદયભાનની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા બાદ કૈલાશો સૈનીએ કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નક્કી છે. ભાજપ બંધારણને બદલવા માગે છે અને એટલા માટે જ હું પાર્ટી છોડી રહી છું.  ભાજપ દલિતો અને પછાતોનું અનામત છીનવી લેવા માગે છે. ભાજપ પાસે ચૂંટણી લડવા માટે ઉમેદવારો પણ નથી. 


કાર્યકરો પણ છે ભાજપથી નારાજ-
સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતી વખતે કૈલાશો સૈનીએ કહ્યું કે આ વખતે જનતા જ નહીં પણ ખુદ ભાજપના નેતા અને કાર્યકરો પણ મોદી સરકારથી સંતુષ્ટ નથી. કૈલાશો સૈની કુરુક્ષેત્રથી પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.