Loksabha Election 2024: આજે ડૉ. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ પર ભાજપ 2024ની લોકસભા ચૂંટણી માટે તેમનો મેનિફેસ્ટો બહાર પાડશે ભાજપ. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં મેનિફેસ્ટો જાહેર કરવા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ હાજર. ઉલ્લેખનીય છેકે, આ સંકલ્પ પત્રને ભાજપે આ વખતે મોદીની ગેરંટીનું નામ આપ્યું છે. સંકલ્પ પત્ર એટેલેકે, ચૂંટણી ઢંઢોરે, ચૂંટણીમાં જીતશે તો પાર્ટી કયા કયા કામો કરશે તેના વચનો, જેને મેનિફેસ્ટો પણ કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદી અગાઉ પણ કહી ચુક્યા છેકે, ભાજપ જીતશે અને જીત બાદ આગામી પાંચ વર્ષોમાં સતત લોકોની ભલાઈ માટે મોટા-મોટા નિર્ણયો લેવામાં આવશે. હવે આ નિર્ણયો શું હશે તેની એક ઝલક આજે ભાજપના સંકલ્પ પત્રમાં જોવા મળશે. ભાજપની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યુંકે, મોદીની ગેરંટી એટલે 24 કેરેટ ગોલ્ડ છે. સંકલ્પ પત્રમાં આપવામાં આવેલી ગેરંટી જરૂર પુરી થશે.


આજે ભાજપ મેનિફેસ્ટો જાહેર કરશે:
દિલ્લી ખાતેના ભાજપના કાર્યક્રમમાં PM મોદી પહોંચી ચુક્યા છે. મંચ પર મોદીની ગેરંટીનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. એક ખાસ વાતનું ધ્યાન એ પણ રાખવામાં આવ્યું છેકે મેનિફેસ્ટોમાં એવા જ વાયદાઓને સામેલ કરવામાં આવ્યાં છે જે વાસ્તવિક રૂપથી નિયત સમય અવધિમાં પુરા થઈ શકે છે.


કઈ રીતે તૈયાર કરાયું ભાજપનું સંકલ્પ પત્ર?
PM મોદીએ 25 જાન્યુઆરી 2024ના રોજ ચૂંટણી ઢંઢેરા માટે જનતા પાસેથી સૂચનો માગ્યા હતા. પાર્ટીને અત્યાર સુધીમાં 15 લાખથી વધુ સૂચનો મળ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નમો એપ દ્વારા 4 લાખ સૂચનો મળ્યા છે અને વીડિયો દ્વારા 11 લાખ સૂચનો મળ્યા છે. ભાજપની સંકલ્પ પત્ર સમિતીના અધ્યક્ષ રાજનાથ સિંહે જણાવ્યુંકે, આ સંકલ્પ પત્ર બનાવતી વખતે સતત વ્યસ્તતાની વચ્ચે પણ પીએમ મોદી રોજ રાત્રે અમારી સાથે બેઠક કરતા હતા. વાર્તાલાપ કરીને સંકલ્પ પત્રમાં નાનામાં નાની વ્યક્તિને આવરીને તેને લાભ કઈ રીતે પહોંચાડી શકાય તેની તકલીફ કઈ રીતે દૂર કરી શકાય તેનું ધ્યાન ખાસ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીનું દેશ માટેનું ક્લિયર વિઝન આ સંકલ્પ પત્રમાં છે.


ભાજપની મેનિફેસ્ટો કમિટીમાં 4 રાજ્યોના CM સહિત 27 સભ્ય સામેલઃ
30 માર્ચે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી હતી. સમિતિમાં કુલ 27 સભ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સમિતિના અધ્યક્ષ છે. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ કન્વીનર છે અને પીયૂષ ગોયલ કો-કન્વીનર છે.