Loksabha Election: આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન
Loksabha Election 2024: જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આખરે એ ઘણી આવી ગઈ. આખરે લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ. કુલ 7 ફેઝમાં યોજનાર લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન. જાણો આજે કયા-કયા રાજ્યોમાં મતદાન...
Lok Sabha Election Voting Phase 1: આજથી લોકસભા ચૂંટણીના શ્રીગણેશ. કુલ 7 ફેઝમાં યોજાનાર લોકસભા ચૂંટણીના પહેલાં ફેઝ માટે આજે મતદાન. ભારતના 21 રાજ્યોની 102 બેઠકો પર આજે 16 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 વાગ્યાથી તમામ દેશના 21 રાજ્યોમાં પ્રથમ તબક્કામાં નક્કી કરાયેલી બેઠકો પર મતદાનનની શરૂઆત થઈ ચુકી છે. ઉનાળો હોવા છતાં વહેલી સવારથી લોકો મતદાન માટે ઉમટી રહ્યાં છે. મતદાન માટે લોકોમાં ભારે ઉતસાહ જણાઈ રહ્યો છે. જાહેર જીવનની હસ્તીઓ, સેલિબ્રિટિઝ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહી છે.
16 કરોડથી વધુ મતદારો 1600થી વધુ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશેઃ
આજે 16 કરોડથી વધુ મતદારો 1600થી વધુ લોકસભા ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. દેશના કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકો પણ આ મતદાનમાં સામેલ છે. પ્રથમ તબક્કામાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓ પણ મેદાનમાં છે. આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે.
મતદારોની સંખ્યા અને પોલિંગ બૂથઃ
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.
શું છે મતદાનનો સમય?
મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જો કે, કેટલાક રાજ્યોમાં મતદાન સમાપ્ત કરવાનો સમય અલગ છે.
આ બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાનઃ
લોકસભા ચૂંટણીની સાથે આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે.
મતદાનના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ સાથે, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હશે જ્યાં ચૂંટણી સમાપ્ત થશે. પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો પર પણ મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.
આજે પ્રથમ તબક્કામાં કઈ-કઈ બેઠક પર મતદાન થશે?
મધ્યપ્રદેશઃ
પ્રથમ તબક્કામાં મધ્યપ્રદેશની આજે સીધી, શહડોલ, જબલપુર, મંડલા, બાલાઘાટ અને છિંદવાડા સહિતની લોકસભા બેઠકો પર મતદાન.
મહારાષ્ટ્રઃ
પ્રથમ તબક્કામાં મહરાષ્ટ્રની આજે રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર અને ચંદ્રપુર સહિતની લોકસભા બેઠકો પર મતદાન.
રાજસ્થાનઃ
પ્રથમ તબક્કામાં આજે રાજસ્થાનની ગંગાનગર, બિકાનેર, ચુરુ, ઝુનુ. સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધોલપુર, દૌસા અને નાગૌરમાં સહિતની લોકસભા બેઠકો પર મતદાન.
અરુણાચલ અને આસામઃ
અરુણાચલ પશ્ચિમ અને અરુણાચલ પૂર્વ અને આસામની પાંચ - કાઝીરંગા, સોનિતપુર, લખીમપુર, ડિબ્રુગઢ અને જોરહાટ પર મતદાન થશે, જ્યારે બિહારની ચાર - ઔરંગાબાદ, ગયા, જમુઈ અને નવાદા સહિતની લોકસભા બેઠકો પર મતદાન.
તમિલનાડુઃ
પ્રથમ તબક્કામાં આજે તમિલનાડુની તમામ 39 બેઠકો પર મતદાન થશે. તેમાં તિરુવલ્લુર, ચેન્નાઈ ઉત્તર, ચેન્નાઈ દક્ષિણ, ચેન્નાઈ સેન્ટ્રલ, શ્રીપેરુમ્બુદુર, કાંચીપુરમ, અરક્કોનમ, વેલ્લોર, કૃષ્ણાગિરી, ધર્મપુરી, તિરુવન્નામલાઈ, અરાની, વિલુપુરમ, કાલાકુરુચી, સાલેમ, નમાક્કલ, ઈરોડ, તિરુપુર, નીલગિરિસ, કોઈમ્બતુર, પોલ્લા, પોલ્લા, કરાચી, નીલગીરીનો સમાવેશ થાય છે. , તિરુચિરાપલ્લી, પેરામ્બલુર, કુડ્ડલોર, ચિદમ્બરમ, માયલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, તંજાવુર, શિવગંગાઈ, મદુરાઈ, થેની, વિરુધુનગર, રામનાથપુરમ, થૂથુકુડી, તેનકાસી, તિરુનેલવેલી અને કન્યાકુમારી સહિતની લોકસભા બેઠકો પર મતદાન.
ઉત્તરાખંડઃ
પ્રથમ તબક્કામાં ઉત્તરાખંડની તમામ પાંચ બેઠકો - ટિહરી ગઢવાલ, ગઢવાલ, અલ્મોડા, નૈનીતાલ-ઉધમ સિંહ નગર અને હરિદ્વાર અને ઉત્તર પ્રદેશની 8 બેઠકો - સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ, રામપુર અને પીલીભીત પર મતદાન થશે.
પશ્ચિમ બંગાળઃ
પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળની ત્રણ બેઠકો - કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં આજે મતદાન.
આ ઉપરાંત પ્રથમ તબક્કામાં આજે જમ્મુ-કાશ્મીરની ઉધમપુર બેઠક પર પણ મતદાન થશે. છત્તીસગઢની બસ્તર સીટ પર મતદાન થશે. જ્યારે મણિપુરની બંને બેઠકો - આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર પણ મતદાન થશે. 26મી એપ્રિલે આઉટર મણિપુરના કેટલાક સ્થળોએ પણ મતદાન થશે. મેઘાલયની શિલોંગ અને તુરા સીટ અને ત્રિપુરાની ત્રિપુરા પશ્ચિમ સીટ પર મતદાન થશે. આ સાથે જ પ્રથમ તબક્કામાં આજે મિઝોરમ (1), નાગાલેન્ડ (1), સિક્કિમ (1), લક્ષદ્વીપ (1), પુડુચેરી (1) અને આંદામાન નિકોબાર ટાપુઓ (1)માં પણ મતદાન થશે.