Phalodi Satta Bazar: લોકસભાની ચૂંટણીમાં આજે ચોથા તબક્કાનું મતદાનઃ વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારો ઉમટી રહ્યાં છે. ગરમીને કારણે મતદારો સવારે મતદાન કરવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. જોકે, દક્ષિણના રાજ્યોમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. ફલોદી સટ્ટા બજારનું અનુમાન જાણીને ઉઠી ગઈ છે રાજનેતાઓની ઊંઘ. અત્યાર સુધી દેશભરમાં લોકસભાની ચૂંટણીને પગલે 3 તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે. આજે ચોથા તબક્કાનું મતદાન થનાર છે. જોકે, ચોથા તબક્કાના મતદાન પહેલાં જ ગઈકાલથી જ ભાજપના નેતાઓના મગજમાં ચિંતા પેઠી છે. કારણકે, ફલોદી સટ્ટા બજારે ચોથા તબક્કાના મતદાન પહેલાં જ કરી દીધો છે મોટો ધડાકો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા તબક્કામાં આજે કયા-ક્યા રાજ્યોની ચૂંટણી?
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું આજે મતદાન છે. આજે દેશના 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે. વહેલી સવારથી મતદાન શરૂ થઈ ચુક્યા છે. ફલોદી સટ્ટા બજારના ભાવો પણ મતદાનના દરેક તબક્કા પહેલા અને પછી નીચે જતા રહે છે. અત્યાર સુધી ત્રણ તબક્કામાં અડધીથી વધુ લોકસભા બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે.


આજે કયા રાજ્યમાં કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાને:
ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.


મતદાન પહેલાં બદલાયો ફલોદી સટ્ટા બજારનો મિજાજઃ
ચોથા તબક્કાના મતદાન પહેલા ફલોદી સટ્ટા બજારનો મિજાજ બદલાયો છે. હવે ભાજપને પહેલાં દર્શાવી હતી તેટલી સીટો નહીં મળે. મતલબ કે હવે ભાજપની સ્થિતિ પહેલાં કરતા પણ વધારે ખરાબ થઈ રહી છે તેવું ફલોદી સટ્ટા બજારનું અનુમાન છે. એ મુજબ હવે ભાજપને પહેલાંના અનુમાન કરતા પણ ઓછી સીટો મળે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ફલોદી સટ્ટા બજારના આ અનુમાને ભાજપના દિગ્ગજ નેતાઓની ઊંઘ પણ કરી દીધી છે હરામ.


રાજસ્થાનના ફલોદી બજારે ફેરવી ભાજપના દાવાની પથારીઃ
અબકી બાર 400 પાર. અબકી બાર મોદી સરકાર. વિકસીત ભારતનું સપનું. બુલેટ ટ્રેન. આ બધા દાવાઓની વચ્ચે રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે ભાજપની ઉંઘ ઉડાડી દીધી છે. કારણકે, રાજસ્થાનના ફલોદી ખાતે આવેલું ફલોદી સટ્ટા બજાર વર્ષોથી ચૂંટણીના પરિણામો વખતે સચોટ અનુમાન કરતું આવ્યું છે. ફલોદી સટ્ટા બજાર આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ દરેક તબક્કાના મતદાન પહેલાં પોતાનું અનુમાન જાહેર કરી દે છે. જોકે, તેના અનુમાનો ભાજપને ખૂંચે એવા છે. રાજસ્થાનનું ફલોદી સટ્ટાબજાર, જે ચૂંટણીમાં સચોટ આગાહી કરવા માટે પ્રખ્યાત બન્યું છે, તેની સાથે અડધા લોકો જ સહમત છે. ભાજપનો કયો દાવો અને ફલોદી સટ્ટા બજારની આગાહીઓ સાચી સાબિત થશે? તે 4 જૂને મતગણતરી દ્વારા જાણી શકાશે.


'400 ભૂલી જાઓ ભાજપને 300 સીટો પણ નહીં મળે'
લોકસભા ચૂંટણી 2024 દેશમાં સાત તબક્કામાં યોજાઈ રહી છે. દરેક તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારમાં ભાજપની સ્થિતિ સતત નબળી પડી રહી છે. હાલના તબક્કે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ભાજપ સરળતાથી 300 સીટો પણ મળવી મુશ્કેલ છે. વાસ્તવમાં, દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે. ત્રણ તબક્કામાં 283 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. અત્યાર સુધીના મતદાનના આધારે, ફલોદી સટ્ટા બજારનો અંદાજ છે કે ભાજપ 296-300 બેઠકો જીતી શકે છે જ્યારે NDM સહિત આ આંકડો 329 થી 332 સુધી પહોંચી શકે છે.


ફલોદી સટ્ટા બજારનો રાજ્યવાર નવો અંદાજઃ
ગુજરાતમાં ભાજપને 26 બેઠકો
મધ્યપ્રદેશમાં ભાજપને 27-28 બેઠકો
રાજસ્થાનમાં ભાજપને 18-20 બેઠકો
ઓડિશામાં ભાજપને 11-12 બેઠકો
પંજાબમાં ભાજપને 2-3 બેઠકો
તેલંગાણામાં ભાજપને 5-6 બેઠકો
હિમાચલમાં ભાજપને 4 બેઠકો
પશ્ચિમ બંગાળમાં ભાજપને 20-22 બેઠકો
છત્તીસગઢમાં ભાજપને 10-11 બેઠકો
ઉત્તરાખંડમાં ભાજપને 5 બેઠકો
દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો
હરિયાણામાં ભાજપને 5-6 બેઠકો
ઉત્તર પ્રદેશમાં 64-65 બેઠકો ભાજપ
ઝારખંડમાં ભાજપને 10-11 બેઠકો
તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો


આજે લોકસભા ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન છે. જોકે, એ પહેલાં જ મતદાન પહેલા ફલોદી સટ્ટાબજારમાં સટોડિયાઓ કોંગ્રેસને 58 થી 62 સીટો આપી રહ્યા છે. બીજા તબક્કાના મતદાન સુધી, ફલોદીના લોકો ભાજપને 310 થી 315 બેઠકો આપી રહ્યા હતા, પરંતુ ઘણી જગ્યાએ ઓછા મતદાનને સત્તા વિરોધી લહેર તરીકે જોવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ફલોદી સટ્ટા બજાર 300 થી ઓછી બેઠકોનો અંદાજ લગાવી રહ્યું હતું.