Loksabha Election 2024: ક્રિકેટ હોય કે ચૂંટણી હરહંમેશા સટ્ટોડિયાઓ દરેક વસ્તુમાં સટ્ટબજારને લાવી જ દેતા હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણીઓને લઈને પણ સટ્ટાબજાર સજ્જ થઈ ગયું છે. મોદીની ગેરંટી પર સટ્ટાબજાર પર મારી રહ્યું છે મહોર. કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકારની જીત પાક્કી હોવાનું અનુમાન સટ્ટાબજારથી પણ આવી રહ્યું છે. જાણો ગુજરાત સહિત કેન્દ્ર માટે ભાજપને મળશે કેટલી બેઠકો શું કહે છે સટ્ટાબજાર? 


  • કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે એ નક્કી, પણ બેઠકો કેટલી આવશે?

  • ભાજપ અને NDA ની બેઠકોની સંખ્યા પર લાગ્યો કરોડો રૂપિયાનો દાવ

  • બુકીબજારે શરૂમાં ભાજપની 333 સીટ અંદાજી હતી તે ઘટાડીને 319 કરી

  • સટ્ટો શરૂ! ગુજરાતમાં 26 સહિત ભાજપ એકલા હાથે ૩૧૯ સીટો જીતશે

  • ગુજરાતની બનાસકાંઠા, ભરૂચ, અમરેલી બેઠક ઉપર બુકીઓની નજર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL કરતા લોકસભા ચૂંટણી પર લાગ્યો મોટો દાવઃ
ગુજરાતમાં તા. 7 મે સહિત કુલ સાત તબક્કામાં મતદાન થનાર છે. ત્યાર પછી ૪ જૂનના ગણતરી થાય તે પહેલાં ચૂંટણી સટ્ટામાં આઈ.પી.એલ.થી વધુ રકમની ઉથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે. નોંધપાત્ર બાબત એ છે કે, હાલમાં તો બુકી બજાર ભાજપ એકલા હાથે ૩૧૯ સીટો જીતશે તેમ માને છે. શરૂઆતમાં ભાજપને કુલ ૩૩૩ સીટનો અંદાજ વ્યક્ત કરતી બુકી બજારે હાલમાં ભાજપની કુલ સીટો ઘટાડીને ૩૧૯ કરી છે.


ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીતનો દાવોઃ
લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે અને પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે ત્યારે સટ્ટા બજાર પણ હારજીતના ખેલ પાડવા માટે સજ્જ થઈ ગયું છે. ગુજરાતમાં વર્તમાન સ્થિતિએ પણ ભાજપ તમામ 26 સીટ જીતશે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. સટ્ટાબજાર દ્વારા અનેક બાબતાનું ધ્યાન રાખીને એક પ્રકારે સર્વે કરીને આ અનુમાન લગાવવામાં આવે છે. 


તબક્કાવાર મતદાન થશે અને રાજ્યવાર સ્થિતિ સ્પષ્ટ થતી જશે તે મુજબ ચૂંટણીલક્ષી સટ્ટામાં બદલાવ આવતો જશે. ચૂંટણી સાથે બે મહીનાની સટ્ટા સિઝનમાં ઓનલાઈન અને સ્થાનિક કક્ષાએ અબજો રૂપિયાની હેરાફેરી થશે. બરાબર બે મહીના પછી એટલે કે આગામી ૮ જૂને કેન્દ્રમાં ફરી ભાજપ, એન.ડી.એ. ની સરકાર હશે પણ કેટલી બેઠકો મળશે તે મુદ્દે સટ્ટા બજારમાં અબજો રૂપિયાની ઉથલપાથલ આ દિવસોમાં થનાર છે. 


લોકસભા ચૂંટણીના સટ્ટાબજાર; જાણો બુકી બજારના ભાવઃ


રાજ્ય    સીટ જીતશે તેનો ભાવ    સીટ નહીં જીતે તેનો ભાવ


ભાજપ    319-1 રૂ.        322-1 રૂ.
કોંગ્રેસ    40-1 રૂ.        42-1 રૂ.
ગુજરાત    26-30 પૈસા    26-50 પૈસા
રાજસ્થાન    23-1 રૂ.        25-1 રૂ.
MP    29-1.20 રૂ.    29-29 પૈસા
UP    68-1 રૂ.        70-1 રૂ.
પં.બંગાળ    21-1 રૂ.        23-1 રૂ.
છત્તીસગઢ    11-1, 25 રૂ.    11-75 પૈસા
ઉત્તરાખંડ    5-30 પૈસા        5-15 પૈસા
દિલ્લી    7-70 પૈસા        7-50 પૈસા
હિમાચલ    4-40 પૈસા        4-25 પૈસા
હરિયાણા    8-1 રૂ.        9-1 રૂ.


ચૂંટણીના સટ્ટા પર રાજનેતાઓની નજરઃ
આ ચૂંટણી ભારતના રાજકારણની સાથોસાથ આવનારાં દિવસો સટ્ટાના કારણે અર્થકારણમાં મોટી ઉથલપાથલ આણી. ક્રિકેટનો સટ્ટો મોટાભાગે ઓનલાઈન થઈ ચૂક્યો છે પરંતુ ચૂંટણીનો સટ્ટો ઓનલાઈન કરતાં સ્થાનિક કક્ષાએ વધુ પ્રમાણમાં રમાશે. આમ કહેતાં સટ્ટા બજારના સૂત્રોનું કહેવું છે કે, કેન્દ્ર અને રાજ્યની ચૂંટણી હોય તેના માટે રાજકીય પક્ષોની માફક જ સટ્ટાબજાર મહિનાઓ અગાઉ તૈયારી કરી રિસર્ચ કરે છે. લોકસભાની ચૂંટણીના છ મહિના અગાઉથી દરેક રાજ્યમાં રાજકીય, સામાજીક સહિતની તમામ ગતિવિધી પર રાજકીય પક્ષો નજાર રાખતા આવ્યાં છે.


જાણો કોણ નક્કી કરે છે ચૂંટણીના સટ્ટાના ભાવઃ
બુકી બજારના સૂત્રો કહે છે કે, ચૂંટણી સટ્ટાના ભાવ ક્રિકેટ સટ્ટા કરતાં અલગ પ્રકારે નીકળે છે. ચૂંટણી સટ્ટાના ભાવ નિશ્ચિત કરવામાં નાગપુરના રવિ નામના બૂકીની માસ્ટરી છે. નાગપુરના બુકી દ્વારા નિશ્ચિત કરવામાં આવતાં ભાવ આધારે ચૂંટણી જાહેર થાય ત્યાંથી શરૂ કરીને પરિણામ આવે તે દિવસ સુધી ભાવમાં વધઘટ થતી રહે છે. રાજસ્થાનમાં પણ ચૂંટણી સટ્ટાનું મોટું બજાર છે. નાગપુર અને રાજસ્થાનના બુકીઓ દ્વારા કઢાતાં ભાવ આધારે ચૂંટણી સટ્ટાનું ઓનલાઈન માર્કેટ એપ્લિકેશનો ઉપર ગરમાગરમ છે.