કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લડવાની ક્ષમતા માત્ર તૃણમુલ કોંગ્રેસ પાસે છે. સમગ્ર દેશને ડરાવીને રાખ્યો છે. સમગ્ર દેશને ડરાવીને મુક્યા છે, ડરના કારણે કોઇ પોતાની જીભ નથી ખોલતા. આજે પણ કોઇ નેશનલ મીડિયા મોદી વિરુદ્ધ એક વાત નથી કરતું. જ્યારે પણ તમે ટીવી ખોલશો ત્યારે મોદી મોદી જ જોવા મળશે. તમામ ઇંસ્ટીટ્યૂશનને આરએસએસ, ભાજપએ પોતાનાં કબ્જામાં લઇ લીધા છે. પાંચ વર્ષ મોદી સરકારે આ જ બધા કામ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપ VS જાખડ: બલબીરે કહ્યું મારે પુત્ર સાથે કોઇ લેવાદેવા નહી, દાવા રાજનીતિ પ્રેરિત

ટીએમસી ચીફ મમતાએ કહ્યું કે, ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે. ભયંકર અત્યાચારી રાજનીતિક દળ છે. તેમને પુછો પોતાનાં પાચ વર્ષમાં તેમણે શું કર્યું ? એક વાત પણ નહી કહી શકે. તેમણે આરોપ લગાવ્યો કે જનધનનાં નામે આટલો મોટો ગોટાળો શા માટે કર્યો ? કોઇ નથી જાણતું. પૈસા કોને અને કઇ રીતે મળ્યા તે કોઇ નથી જાણતું. તમામ પૈસા ભાજપનાં પોકેટમાં ગયા છે. રાફેલ ચોરીનાં કેટલા પૈસા મળ્યા ? એકવાર પણ નહી પુછીએ. પેટ્રોલ, ડીઝલ, ગૈસનાં ભાવ કેટલી વખત વધાર્યા ? ચૂંટણી પછી બીજી વખત વધારી દેવામાં આવશે. 


VIDEO: 'આમ આદમી પાર્ટીએ 6 કરોડ રૂપિયા લઇને મારા પિતાને લોકસભાની ટિકિટ આપી'
ભીષણ ગરમીમાંથી મળશે છુટકારો, આ તારીખ દરમિયાન પડશે વરસાદ
મમતા બેનર્જીએ કહ્યું કે, દેશ માટે બીજુ શું કર્યું ? ગૌરક્ષક વાહિની બનાવી. આ લોકોએ લોકોની હત્યા કરી દીધી. ઉત્તરપ્રદેશમાં કેટલા લોકોનું ખુનમ કર્યું. રાજસ્થાન, ગુજરાતમાં કેટલી હત્યાઓ કરી તેનો જવાબ આપે. બંગાળમાં અમે આ બધુ થવા દીધું નહી. યુપીમાં લિંચિંગ સિંડિકેટના નામે કેટલા લોકોની હત્યાઓ કરી ? અમારે અહીંથી મજુર રાજસ્થાન ગયા હતા. તેમને મારીને વીડિયો વાઇરલ કરી દીધો અને કહ્યું કે, માર્યા તે યોગ્ય કર્યું. તેણે પોતાની જાતને નેતા બનવી દીધા. જેણે મહાત્મા ગાંધીની હત્યા કરી, તેઓ આજે તેમનાં નેતા બની ગયા. આજે નથુરામ ગોડસે ભાજપનાં નેતા બની ગયા. શું આ પાર્ટીને રહેવાનો અધિકાર છે.