મુંબઇ : ભાજપના એક કાર્યકર્તાએ અભિનેત્રી અને મુંબઇ ઉત્તર સંસદીય સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માતોડકર પર હિંદૂ વિરોધી ટિપ્પણી કરવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. એક અધિકારીએ રવિવારે આ અંગે માહિતી આપી હતી. મુંબઇમાં ભાજપ કાર્યકર્તા સુરેશ નખુઆએ ફરિયાદમાં જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કથિત રીતે ઉર્મિલાને આ ટિપ્પણી કરવાનો નિર્દેશ આપ્યો હતો અને પત્રકારે કથિત રીતે તેમને પોતાની ચેનલ અંગે ટિપ્પણી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મને હટાવવા માટે કોંગ્રેસ-લેફ્ટ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે: PM મોદી

રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે. સુરેશે અહીં પોવઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નખુઆએ આ ફરિયાદ ટીવી ચેનલ પર ઉર્મિલા સાથેના ઇન્ટરવ્યું જોયા બાદ નોંધાવી છે. જેમાં તેમણે કહ્યું હતું કે, 'હિન્દુ વિશ્વનો સૌથી હિંસક ધર્મ છે.' પોવઇ પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ કહ્યું કે, અમને એક ફરિયાદ મળી છે. અમે આના પર વધારે આગળની કાર્યવાહી કરીશું. 

મુંબઇ નોર્થથી લડી રહી છે ચૂંટણી
મુંબઇ નોર્થ સીટથી કોંગ્રેસે ઉર્મીલા માતોડકરને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર ભાજપના ગોપાલ શેટ્ટી સાંસદ છે. પાર્ટીએ આ અંગે તેમને જ ટિકિટ આપી છે. ઉર્મિલા માતોડકર લોકસભા ચૂંટણી 2019 પહેલા જ કોંગ્રેસમાં જોડાયા. તેમને પાર્ટીનું સભ્યપદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ અપાવી હતી. ઉર્મિલાએ કોંગ્રેસનાં સભ્યપદ લેતા સમયે કહ્યું હતું કે, તેમનાં પરિવારનું જોડાણ કોંગ્રેસ સાથે રહ્યું છે. એટલા માટે તેઓ આ પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.