લખનઉ : લોકસભા ચૂંટણી 2019 Lok Sabha elections 2019 પ્રચારમાં જોડાયેલા સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે એખ વાર ફરીથી દાવો કર્યો કે તેઓ ભાજપની સરકાર બનતા અટકાવશે. Zee News સાથેની ખાસ વાતચીતમાં અખિલેશ યાદવે કહ્યું કે, હવેની નવી સરકાર, હવે નવા વડાપ્રધાન બનશે. તેમણે કહ્યું કે, અબકી બાર મહાગઠબંધનની સરકાર. આ વખતે દેશ પરિવર્તન ઇચ્છે છે. અઢી લોકો (મોદી શાહ અને યોગી)એ મળીને જનતાને પરેશાન કર્યા છે. જે જનતાને પરેશાન કરે છે જનતા તેને બદલી દેતા હોય છે. મોદી સરકાર પોતાનાં વચનો પર નિષ્ફળ થઇ ગયા છે. 
તેલ-સોના માટે વિશ્વનું મોહતાજ નહી રહે ભારત, ઇકોનોમી મજબુત થશે

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, અઝહર મસુદના પ્રતિબંધના મુદ્દે સરકાર નિષ્ફળ રહ્યું છે. જે પણ આ દેશમાં રહી રહ્યું છે, તમામ રાષ્ટ્રવાદી છે. મે ક્યારે પણ નથી કહ્યું કે, ચોકીદાર ચોર છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારી પાર્ટીમાં કેવા શિષ્ટાચાર છે. સાંસદ ધારાસભ્યો પર જુતા ફેંકી રહ્યા છે. દલબદલ થતું રહે છે, ભાજપનાં કેટલાક નેતા સંપર્કમાં છે. 


પાકિસ્તાન હજી પણ સીઝફાયર તોડીને પુંછમાં કરી રહ્યું છે મોર્ટાર મારો

અખિલેશે સ્પષ્ટ રીતે કહ્યું કે, હું લોકસભા ચૂંટણી લડીશ, પરંતુ સીટ હજી સુધી નક્કી નથી થઇ. અમને મહામિલાવટ ગણાવનારા 29 દળો સાથે ગઠબંધન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની ચૂંટણી લડવાથી ગઠબંધનને કોઇ નુકસાન નહી. કોંગ્રેસ એકલું ચૂંટણી લડી રહ્યું છે. તેનું સ્વાગત છે. સપા-બસપા-રાલોદ અને નિષાદ પાર્ટી જેવા નાના દળોનું ગઠબઁધન મોદીને અટકાવશે.