કોંગ્રેસે 10 વર્ષ બર્બાદ કર્યા, પરંતુ તેમને જરા પણ અફસોસ નથી: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 21મી સદીનાં આટલા મહત્વનાં સમયાં ભારતનાં 10 વર્ષ બરબાદ કરીને પણ કોંગ્રેસને જરા પણ અફસોસ નથી
સોનભદ્ર : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)નું રાજકીય રણ પોતાના ચરમ પર છે. આ બધા વચ્ચે વડાપ્રધાન મોદી શનિવારે ઉત્તરપ્રદેશનાં સોનભદ્ર પહોંચ્યા હતા. અહીં એક રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 21 વર્ષ પહેલા આજનાં જ દિવસે ભારતે પરમાણુ પરીક્ષણ ઓપરેશન શક્તિને સફળતાપુર્વક પુર્ણ કર્યું હતું. મે તે તમામ વૈજ્ઞાનિકોને નમન કરુ છું. જેમણે પોતાની મહેનતથી દેશને ગૌરવાન્વિત કર્યો. તેમણે કહ્યું કે, ભારત પાસે હંમેશાથી જ ક્ષમતા હતી પરંતુ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પહેલાની સરકાર પાસે આવા નિર્ણય લેવાની ઇચ્છા શક્તિ નહોતી.
સિદ્ધુએ PMને કહ્યા 'કાળા અંગ્રેજ', ભાજપે કહ્યું ઇટાલિયન રંગ પર આટલુ અભિમાન સારુ નહી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એવા નિર્ણય તમે પણ લઇ શકતા હતા, જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા તમારા માટે સર્વોપરી છે. તેમણે કહ્યું કે, 1998માં લેવામાં આવ્યો આ નિર્ણય દર્શાવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે મજબુત રાજનીતિક ઇચ્છાશક્તિ શું કરી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોઇ પણ દેશ નબળી સરકારોમાં શક્તિશાળી બની શકે નહી. જેટલી વધારે મજબુત સરકાર હોય છે દેશ તેટલો જ વધારે શક્તિશાળી અને સુરક્ષીત રહે છે. તેમણે કહ્યું કે, તમારો એક મત ભારતે શક્તિશાળી સરકાર પ્રદાન કરશે. એક એવી સરકાર જે દેશનું ગૌરવ તે ઉંચાઇ પર લઇ જશે, જેનો તે હંમેશાથી હકદાર છે.
ભાઇ બહેન બંન્ને વિકાસ મુદ્દે અમારા કાર્યકર્તા સાથે ચર્ચા માટે સમર્થ નહી: ગિરિરાજસિંહ
ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે: મમતા બેનર્જીનો પ્રહાર
વડાપ્રધાને કોગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 21મી સદીનાં આટલા મહત્વના સમયમાં ભારતનાં 10 વર્ષ બર્બાદ થઇ ગયા. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને તેના સાથીઓને તેનો અર્થ નથી. તેમણે કોંગ્રેસી નેતા સામ પિત્રોડાનાં શીખ વિરોધી તોફાનો મુદ્દે અપાયેલા નિવેદન અંગેવ્યકંત કરતા કહ્યું કે, આ તો તેમની વિચારસરણીની પદ્ધતી છે. થયું તો થયું. વડાપ્રધાને કહ્યું કે દેશનાં લોકોની સાથે વિશ્વાસઘાત કર્યો. દેશની આશા તોડી અને તાલ ઠોકીને કહેતા રહ્યા કે થઇ ગયું તો થઇ ગયું. જ્યારે રાષ્ટ્રહિતનાં બદલે, માત્ર પોતાનાં પરિવારનું હિત સર્વોપરિ હોય છે, તો આ જ અહંકાર આ જ ઘમંડ બોલે છે કે થયું તો થયું.
આપ VS જાખડ: બલબીરે કહ્યું મારે પુત્ર સાથે કોઇ લેવાદેવા નહી, દાવા રાજનીતિ પ્રેરિત
વડાપ્રધાન મોદીએ સપા-બસપા ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, સપા અને બસપાનાં નેતા એ નથી જણાવતા કે રાષ્ટ્ર માટે તેમની નીતી શું છે. તેઓ જે પણ વાત કરે છે, તેમાં પોતે સૌથી ઉપર હોય છે અને મોદીને ગાળો આપે છે. તેમણે કહ્યું કે, હવે વિરોધી મોદીની જાતી પુછવા લાગ્યા છે. મોદીની માત્ર એક જાતી છે દેશનાં દરેક ગરીબ વ્યક્તિ જે જાતીથી આવે છે, તે મારી જાતી છે. જે લોકો પોતાની જાતને ગરીબ માને છે હું તેમની જ જાતીનો વ્યક્તિ છું.