લોકસભા ચૂંટણી 2019: પશ્ચિમ બંગાળમાં આજે આમને-સામને PM મોદી અને મમતા બેનર્જી
લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) માં ચૂંટણી અભિયાન તેના શિખર પર છે. બુધવાર, 3 એપ્રિલે પીએમ મોદી અને પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી આમને સામને હશે.
કોલકાતા: લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) માં ચૂંટણી અભિયાન તેના શિખર પર છે. બુધવાર, 3 એપ્રિલે પીએમ મોદી અને પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જી આમને સામને હશે. બંનેની જુદી જુદી જગ્યા પર ચૂંટણી રેલીઓ યોજાશે. પરંતુ બંને એકબીજા પર નિશાન સાધશે. એટલે કે બંગાળમાં બુધવારના દિવસે રાજકીય ગરમાવો જોવા મળશે.
ચૂંટણી સમાચારો માટે અહીં ક્લિક કરો...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યમાં તેમના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત એક જ દિવસ બુધવારના કરશે. ભાજપના સૂત્રોએ કહ્યું કે, મોદી ઉત્તર બંગાળના સિલીગૂડી અને કોલકાતામાં બે રેલીઓનું સંબોધન કરશે. બીજી તરફ મમતા બેનર્જી કૂચ બિહાર જિલ્લાના દિનહટામાં જનસભાને સંબોધન કરી પોતાની ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. આ વિસ્તાર પણ ઉત્તર બંગાળમાં જ આવે છે.
કોંગ્રેસે કર્યા 20 ઉમેદવારના નામ જાહેર, ચંડીગઢથી પવન બંસલને મળી ટિકિટ
તૃણમૂલ કોંગ્રેસના એક નાતાએ કહ્યું કે મમતા બેનર્જી પહેલા ચાર એપ્રિલે પ્રચાર અભિયાન શરૂ કરવાના હતા. પરંતુ ભાજપના ચૂંઠણી અભિયાનને લઇ તેઓ એક દિવસ પહેલા આ અભિયાનની શરૂઆત કરશે. પાર્ટી સુત્રોએ કહ્યું કે, બેનર્જી 3 એપ્રિલથી 17 મે વચ્ચે રાજ્યમાં 100 રેલીઓનું સંબોધન કરી શકે છે. પ્રધાનમંત્રી 7 એપ્રિલે મણિપૂરમાં એક ચૂંટણી રેલીનું સંબોધન કરશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ 5 એપ્રિલે મણિપુરમાં એક જનસભાનું સંબોધન કરશે.