1984 શીખ હિંસા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવી શકાય નહી: પી.ચિદંબરમ
મને લાગે છે કે કોઇ પણ વ્યક્તિની વિરુદ્ધ થનારી હિંસા અયોગ્ય છે, હું કોઇ પણ પ્રકારની હિંસાનો વિરોધી છું: રાહુલ ગાંધી
લંડન : 1984નાં શિખ તોફાનો માટે રાહુલ ગાંધીનાં નિવેદન અંગે કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે કહ્યું કે, તે સમયે કોંગ્રેસ શાસનમાં હતી. તે સમયે જે કંઇ પણ થયું તે ખુબ જ ત્રાસદાયક હતું અને તેનાં માટે ડૉ. મનમોહનસિંહે વડાપ્રધાન રહેવા દરમિયાન સંસદમાં માફી માંગી. આ હિંસા માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવવામાં આવી શકે છે. તે સમયે તેઓ કોઇ 13 અથવા 14 વર્ષનાં રહ્યા હશે. તેમને દોષીત ઠેરવવામાં આવી શકાય નહી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 1984નાં શીખ વિરોધી તોફાનને ખુબ જ ત્રાસદી ગણાવી અને કહ્યું કે તેઓ કોઇની પણ વિરુદ્ધ કોઇ પણ પ્રકારની હિંસામાં સમાવિષ્ઠ લોકોને સજા આપવાનાં 100 ટકા સમર્થન કરે છે.પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની તેમની શીખ અંગરક્ષક દ્વારા હત્યા બાદ 1984માં થયેલા તોફાનોમાં આશરે 3000 શીખોનાં મોત નિપજ્યા હતા. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી.
બ્રિટનની બે દિવસની યાત્રા પર આવેલા રાહુલ ગાંધીએ બ્રિટનનાં સાંસદો અને સ્થાનીક નેતાઓની સભામાં શુક્રવારે કહ્યું કે, આ ઘટના ત્રાસદાયક હતી. ખુબ જ દુ:ખદ અનુભવ હતો. જો કે તેમણે તે બાબતે અસમંતી વ્યક્ત કરી કે તેમાં કોંગ્રેસનો કોઇ જ રોલ હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મને લાગે છે કે કોઇની પણ વિરુદ્ધ થતી કોઇ પણ હિંસા ખોટી છે. ભારતમાં કાયદાનીપ્રક્રિયા ચાલી રહી છે, જો કે જ્યાં સુધીહું માનું છુ ત્યાં સુધી કંઇ પણ ખોટું કરવામાં આવ્યું તો તેને સજા મળવી જોઇએ અને હું તેનું 100 ટકા સમર્થન કરું છું.