નવી દિલ્હી: દિલ્હીના અનેક વિસ્તારોમાં દારૂની દુકાનો પર શનિવારે દારૂ પીનારાઓની લાંબી લાઈનો જોવા મળી. કારણ કે કેટલીક દુકાનોએ અનેક બ્રાન્ડના દારૂ પર છૂટ જાહેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂની દુકાનો બહાર લાંબી લાઈનો
દિલ્હીના જહાંગીરપુરી, શાહદરા અને મયૂરવિહાર સહિત અનેક વિસ્તારોમાં દારૂની દુકાનો પર કેટલીક બ્રાન્ડ પર 35 ટકા સુધીની છૂટ અપાઈ હતી. ત્યારબાદ તો દારૂની દુકાનોની બહાર લાંબી લાઈનો લાગી ગઈ. 


દારૂ પર કેમ મળી રહી છે આટલી બધી છૂટ
પૂર્વ દિલ્હીમાં દારૂની દુકાનના એક કર્મચારીએ કહ્યું કે દારૂની દુકાનોએ માર્ચના અંત સુધીમાં પોતાનો સ્ટોક ખતમ કરવાનો રહેશે. કારણ કે નવા નાણાકીય વર્ષમાં લાઈસન્સ રિન્યૂ થશે. 


લગ્નની સીઝનમાં દારૂની માંગણી વધી
આબકારી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લગ્નની સીઝન અને વીકેન્ડ જેવા અનેક કારણોસર લાંબી લાઈનો જોવા મળી. આ બાજુ દારૂના વેપારના એક એક્સપર્ટે જણાવ્યું કે રેટમાં કાપથી લોકોએ ભારે પ્રમાણમાં દારૂ ખરીદ્યો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube