મુંબઈ: ભાજપ (BJP) અને શિવસેના (Shivsena)  વચ્ચે જૂના સંબંધો ફરી બહાલ થતા જોવા મળી રહ્યા છે. નેતાઓના સતત આવી રહેલા નિવેદનો તે તરફ ઈશારો કરી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા  દેવેન્દ્ર ફડણવીસના નિવેદન બાદ હવે શિવસેનાના નેતા સંજય રાઉતે પણ પોતાના દોસ્તીના દિવસો યાદ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમિર-કિરણ જેવો અમારો સંબંધ
સંજય રાઉતે (Sanjay Raut) દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'અમે ભારત-પાકિસ્તાન નથી, આમિર ખાન અને કિરણ રાવને જ જોઈ લો, અમારો સંબંધ એવો જ છે. તેમણે કહ્યું કે અમારા (શિવસેના અને ભાજપ) રાજકીય રસ્તાઓ ભલે આજે અલગ છે પરંતુ અમારી મિત્રતા પહેલા જેવી મજબૂત છે.'


શિવસેના નેતા રાઉતે આમિર ખાન અને કિરણ રાવનું ઉદાહરણ એટલા માટે આપ્યું કારણ કે બંનેએ લગ્નના 15 વર્ષ બાદ હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. પત્નીને તલાક પર આમિર ખાને કહ્યું કે અમારો સંબંધ હવે ભલે બદલાઈ ગયો હોય, પરંતુ અમે  આજે પણ એકબીજાની સાથે છીએ, આથી અમે હંમેશા એક પરિવારની જેમ રહીશું. 


Shiv Sena અને BJP ફરી ભેગા થઈ જશે? ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું- હાલાત જોઈને લઈશું યોગ્ય નિર્ણય


આ અગાઉ શિવસેના સાંસદ સંજય રાઉતે શનિવારે ભાજપના નેતા આશીષ શેલાર સાથે પોતાની મુલાકાતો અંગે ઉડી રહેલી અફવાઓને ફગાવવાની કોશિશ કરી હતી. શિવસેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે અમારી વચ્ચે રાજનીતિક અને વૈચારિક મતભેદો હોઈ શકે છે. પરંતુ જો અમે જાહેર કાર્યક્રમોમાં આમને સામને આવીએ તો અભિવાદન જરૂર કરીશું. હું શેલાર સાથે બધાની સામે પણ કોફી પીવું છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube