Loudspeaker Ban: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગણીનો મુદ્દો હવે ઉત્તર પ્રદેશમાં પણ ઉઠવા લાગ્યો છે. ઉત્તર પ્રદેશના મથુરામાં હિન્દુ સંગઠનોએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનો અવાજ ઓછો કરવાની માંગ કરી છે. મથુરામાં રહેતા લોકોનું કહેવું છે કે તેઓ લાઉડસ્પીકરોથી થતી અઝાનથી પરેશાન છે. તે દરમિયાન લાઉડ સ્પીકરથી હનુમાન ચાલીસાના પાઠ કરવાની ચેતવણી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિન્દુવાદી સંગઠનોનું કહેવું છે કે તેઓ મસ્જિદમાંથી આવતા અવાજોથી પરેશાન થાય છે. જો આ અવાજ બંધ નહીં થાય તો તેઓ અલગ-અલગ જગ્યાએ લાઉડ સ્પીકર લગાવીને હનુમાન ચાલીસાના પાઠ પણ કરશે.


જણાવી દઈએ કે યુપીના ઘણા શહેરોમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાનને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના કાસગંજના પટિયાલી શહેરમાં અઝાનના વિરોધમાં હનુમાન ચાલીસા શરૂ થઈ ગઈ છે. મસ્જિદની સામેના મંદિરમાં લાઉડસ્પીકર દ્વારા મોટા અવાજે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવામાં આવ્યા છે.


હિન્દુવાદી નેતા નીતિન ચતુર્વેદીનું કહેવું છે કે અમે ઘણી વખત અઝાનના લાઉડસ્પીકરનો વિરોધ કર્યો હતો અને તેમને કહ્યું હતું કે લાઉડસ્પીકર ધીમે વગાડો પરંતુ તેમણે સાંભળ્યું નહીં. પછી અમે નક્કી કર્યું કે મંદિરોમાં પણ હનુમાન ચાલીસાનો પાઠ કરીશું. ત્યારબાદ હિન્દુવાદી નેતાઓએ સાથે મળીને બે મંદિરોમાં લાઉડસ્પીકર લગાવ્યા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા. આગામી દિવસોમાં પટિયાલીના તમામ મંદિરોમાં લાઉડ સ્પીકર લગાવવાની યોજના બનાવવામાં આવી છે.


જ્યારે, હરદોઈમાં યુપીના સહકારી મંત્રી જેપીએસ રાઠોડે અઝાનના સમયે હનુમાન ચાલીસા વાંચવાના વિવાદ માટે જૂની સરકારોને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે આ સમસ્યા તે રાજકીય પક્ષોએ ઊભી કરી છે જેમણે ડીજે પર પ્રતિબંધ મૂક્યો હતો.


તેના સિવાય, બહરાઇચમાં કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાને પોતાનો તર્ક આપતા સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપ્યું હતું કે કોર્ટે અવાજ પ્રદૂષણ પર ડેસિબલ સ્કેલ પહેલેથી જ નક્કી કરી દીધો છે. આપણે બધાએ કાયદાનું પાલન કરવું જોઈએ. મંદિર હોય કે મસ્જિદ, ત્યાં વધુ ધ્વનિ પ્રદૂષણ ન હોવું જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube