ભાગલપુર: કાર પ્રેમિયોમાં સ્કોર્પિયોને લઇને અલગ જ લેવલની દીવાનગી જોવા મળી રહી છે. તેના માટે સ્કોર્પિયો ખરીદવી અને ઓફરોડિંગ કરવું એક સ્વપ્ન સમાન હોય છે. એવામાં અમે તમને એક એવા શખ્સ વિશે જણાવી રહ્યાં છીઓ જેને સ્કોર્પિયો માટે દીવાનગીની તમામ હદ પાર કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના એક શખ્સને તેની પ્રથમ સ્કોર્પિયો કારથી એટલો પ્રેમ હતો કે, તેણે તેના ઘરની છત પર જ મહિન્દ્રા સ્કોર્પિયો જેવી દેખાતી પાણીની ટાંકી બનાવી છે. સ્કોર્પિયો માટે આવી દીવાનગીની સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઈ રહી છે.


આ પણ વાંચો:- દેશભરમાં રસ્તા પર ઉતર્યા હજારો મુસ્લિમો, ફ્રાન્સનો ફ્લેગ સળગાવ્યો; આપી ચેતવણી


શખ્સના આ કામથી આનંદ મહિન્દ્રા પણ પ્રભાવિત થયા. આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર હેન્ડલ પર સ્કોર્પિયો ટાંકીની તસ્વીર શેર કરી લખ્યું, સ્કોર્પિયો ઘરની છત પર ચમકી રહી છે. પહેલી ગાડી પ્રતિ આટલો પ્રેમ અમે સલામ કરીએ છે. ઘરના માલિકના માટે મારું સન્માન.


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube