હે ભગવાન! શાળાનો પ્રેમ અને પછી લવ મેરેજ....છતાં એકાએક આણ્યો જીવનનો અંત, જાણીને હચમચી જશો
ઉત્તર પ્રદેશથી એક દંપત્તિના આત્મહત્યાના ચોંકાવનારા સમાચારે બધાને હચમચાવી દીધા છે. પટણાના રહીશ હરીશ અને ગોરખપુરની સંચિતા એકબીજાને શાળાના સમયથી પસંદ કરતા હતા. ત્યારબાદ તેમણે લગ્ન કરી લીધા. ત્યારે એમ લાગે કે પ્રેમ જ્યારે લગ્નની મંજિલે પહોંચે છે ત્યારે દુનિયાનું સૌથી મોટું સુખ તે કહેવાય છે. પરંતુ આવી સ્થિતિની કોઈએ કલ્પના પણ કરી હોય ખરી?
ઉત્તર પ્રદેશથી એક દંપત્તિના આત્મહત્યાના ચોંકાવનારા સમાચારે બધાને હચમચાવી દીધા છે. પટણાના રહીશ હરીશ અને ગોરખપુરની સંચિતા એકબીજાને શાળાના સમયથી પસંદ કરતા હતા. ત્યારબાદ તેમણે લગ્ન કરી લીધા. ત્યારે એમ લાગે કે પ્રેમ જ્યારે લગ્નની મંજિલે પહોંચે છે ત્યારે દુનિયાનું સૌથી મોટું સુખ તે કહેવાય છે. પરંતુ આવી સ્થિતિની કોઈએ કલ્પના પણ કરી હોય ખરી? જો કે લગ્ન બાદ થોડા વર્ષોમાં જ સ્થિતિ વણસવા લાગી. વારાણસીમાં પતિ હરીશે જીવ દઈ દીધો અને પતિના મોતના આઘાતમાં પત્ની સંચિતાએ પણ મોત વ્હાલું કરી દીધુ.
કપલના મોતના આઘાતે પરિવારને હમચાવી દીધુ છે. બંને પરિવારમાં હાલ માતમ છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યાં મુજબ પટણાના હરીશ બગેશ અને ગોરખપુરની સંચિતા શ્રીવાસ્તવ વારાણસીની એક જ શાળામાં ભણતા હતા જ્યાં 11માં ધોરણમાં તેમને પ્રેમ થઈ ગયો અને બંનેએ ત્યારબાદ આગળ જતા લગ્ન કરી લીધા. પછી આ કપલ મુંબઈમાં રહેવા લાગ્યું અને જ્યાં હરીશે એમબીએ કર્યા બાદ એક પ્રાઈવેટ બેંકમાં નોકરી કરવા માંડી. થોડા દિવસ બાદ સંચિતાની તબિયત બગડી તો તેના પિતા અને ગોરખપુરના ચર્ચિત ડોક્ટર રામચરણ દાસ તેને પોતાના શહેર પાછા લઈ ગઆ. ગોરખપુરમાં સંચિતા સારવાર હેઠળ હતી. પત્નીની દેખભાળ માટે હરીશે પણ બેંકની નોકરી છોડી અને ગોરખપુર આવી ગયો. છેલ્લા કેટલાય મહિનાથી સાસરામાં રહીને તે પત્નીની દેખભાળ કરતો હતો.
રિપોર્ટ મુજબ હરીશે અનેક જગ્યાએ નોકરી માટે તપાસ કરી પરંતુ નિરાશા મળી. નોકરી ન મળતા હરીશ હતાશ થઈ ગયો હતો અને એવું કહેવાઈ રહ્યું છે કે બે દિવસ પહેલા હરીશ તેના ઘરે પટણા જવાની વાત કરીને સાસરેથી નીકળ્યો પરંતુ ત્યાં ન જતા વારાણસી જતો રહ્યો. પરિજનોના ફોન પણ ઉપાડતો નહતો ત્યારે ઘરવાળા તેને શોધતા શોધતા વારાણસીમાં સારનાથ ક્ષેત્રમાં પહોંચ્યા જ્યાં હોમ સ્ટેના એક રૂમમાં હરીશ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો.
જવા આ સમાચાર ગોરખપુરમાં સાસરે પહોંચ્યા કે ડોક્ટર રામચરણ દાસ અને તેના સસરા વારાણસી જવા નીકળ્યા. જો કે આ બધામાં જ્યારે પુત્રીને પતિના મોતની જાણ થઈ તો તે સહન કરી શકી નહીં અને છત પરથી કૂદી ગઈ. જ્યાં તેનું મોત થયું. સારનાથમાં હરીશના મૃતદેહની ઓળખ પોલીસે તેની પાસે મળેલા આધારકાર્ડથી કરી. તેના પિતાનું નામ રામસ્વામી માલવીય છે. પોલીસે હરીશના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. ઘટનાસ્થળે કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નોકરી જતા હરીશ ડિપ્રેશનમાં રહેતો હતો અને નશાનો પણ આદી થઈ ગયો હતો. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.