નવી દિલ્હીઃ યુપીએસસી ટોપર ટીના ડાબી ફરી લગ્ન કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે 2015ની યુપીએસસી ટોપર ટીના ડાબીએ 2013 બેચના આઈએએસ અધિકારી પ્રદીપ ગાવંડે સાથે સગાઈ કરી લીધી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ ટ્રેન્ડિંગમાં છે. ટીનાએ આ તસવીરો ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. ટીમનાના પિતાનું નામ જસવંત ડાબી અને માતાનું નામ હિમાની છે. ટીનાનો પરિવાર જયપુરનો છે. ટીનાનો જન્મ ભોપાલમાં થયો હતો. પરંતુ જ્યારે તે શાળામાં અભ્યાસ કરતી હતી, ત્યારે તેનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. આ પહેલાં રાજસ્થાન કેડરની આઈએએસ ટીનાએ વર્ષ 2018માં આઈએએસ અતહર આમિર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ વધુ ન ચાલ્યો અને 2020માં બંનેએ છુટાછેડા લીધા હતા. મસૂરીમાં ટ્રેનિંગના સમયે ટીના ડાબી અને અતહર નજીક આવ્યા હતા. ત્યારબાદ બંનેએ લગ્ન કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈએએસ 2015ની ટોપર ટીના ડાબીનો જન્મ 9 નવેમ્બર 1993માં થયો હતો. ટીના નવી દિલ્હી સ્થિત કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલની વિદ્યાર્થિની છે. તેણે સીબીએસઈ ઠધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યું હતું. તે શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ લેડી શ્રી રામ કોલેજ ફોર વૂમેનમાં આવી હતી, જ્યાંથી તેણે રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ટીનાનું લક્ષ્ય આઈએએસ અધિકારી બનવાનું હતું, તેનું મિશન મહિલાઓને સશક્ત બનાવવી અને અન્ય યુવતીઓ માટે આદર્શ બનવાનું હતું. ટીનાના પિતા જસવંત ડાબી બીએસએનએલમાં ડાયરેક્ટર છે અને તેના માતા હિમાની ડાબી પૂર્વ આઈઈએસ અધિકારી છે. આઈએએસ અધિકારી ટીના ડાબીની નાની બહેન રિયા ડાબીએ યુપીએસસી સિવિલ સેવા 2020ની પરીક્ષામાં 15મું સ્થાન હાસિલ કર્યું હતું. 


TMC વિધાયકે ભાજપ સમર્થકોને ખુલ્લેઆમ આપી ધમકી, મત આપવા જશો તો...


નવી જિંદગી શરૂ કરી રહી છે ટીના ડાબી
ત્યારબાદ બંનેનો માર્ગ અલગ થયો. ટીના ડાબીએ સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી. તેમાં તે એક વ્યક્તિ સાથે ખુબ ખુશ જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે- મારા ચહેરા પર હાસ્ય તમારા કારણ છે. ચુરૂના કલેક્ટર રહી ચુકેલા પ્રદીપ ગંવાડેના પણ આ બીજા લગ્ન છે. આઈએએસ બનતા પહેલા તે ડોક્ટર રહી ચુક્યા છે. અતહર ખાન પહેલા રાજસ્થાનમાં કાર્યરત હતો પરંતુ છુટાછેડા બાદ તે જમ્મુ-કાશ્મીર કેડર લઈને પોતાના રાજ્યમાં જતો રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube