નવી દિલ્હી: લોકો કહે છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દરેક પળ તેની મન ભરીને જીવો. પરંતુ બહુ ઓછા લોકો આવું કરી શકે છે. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લવ યુ જિંદગી ગીત પર ઝૂમતી એક કોવિડ દર્દીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો હતો. કોરોનાકાળમાં ભયાનક અને દર્દનાક તસવીરો વચ્ચે આ વીડિયો આશાની નવી કિરણ જગાવી રહ્યો હતો. પરંતુ હવે આ ઝૂમતી જિંદાદિલ યુવતી આ દુનિયામાં નથી. તેનું નિધન થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર પર ડો.મોનિકા લાંગેહે એક હોસ્પિટલના કોવિડ ઈમરજન્સી વોર્ડથી 30 વર્ષની આ મહિલા દર્દીની સ્ટોરી વીડિયો સાથે શેર કરી હતી. જે લાંબા સમય સુધી ટ્રેન્ડ પણ કરી રહી હતી. ટ્વિટરમાં 8મીમેના રોજ અપાયેલી જાણકારી મુજબ ડો. મોનિકા લાંગેહના વીડિયોમાં જોવા મળી રહેલી આ યુવતીને હોસ્પિટલમાં આઈસીયુ બેડ મળી શક્યો નહીં. આથી તે કોવિડ ઈમરજન્સી વોર્ડમાં એડમિટ હતી. તેને NIV (Non Invasive Ventilation) પર રાખવામાં આવી હતી. આ ઉપરાંત તેને રેમડેસિવિર અને પ્લાઝમા થેરેપી પણ અપાઈ રહી હતી. જોકે ડોક્ટરના જણાવ્યાં મુજબ ત્યારબાદ તેને આઈસીયુ બેડ તો મળ્યો પણ સ્થિતિ સ્ટેબલ નહતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube