છિંદવાડા: ઘરમાં પાલતૂ જાનવર પરિવારના સભ્યની માફક હોય છે, આ વાત દરેક વ્યક્તિ માને છે જેના ઘરે કોઇ પાલતૂ પશુ રહે છે. આવા જ એક પરિવારમાં પાલતૂ કુતરાના મોતથી આઘાત પહોંચતા માલિકે ફાંસી લગાવીને પોતાનો જીવ ગુમાવી દીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છિંદવાડાના 43 વર્ષીય સંજીવ મંડેલ પાલતૂ કૂતરા કલ્લૂના મોત બાદ આ પગલું ભર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગમમાં દારૂ પીધો અને લગાવી દીધી ફાંસી
કલ્લૂના મોતના સમાચાર સાંભળીને સંજીવે ખૂબ દારૂ પીધો અને પોતાના પાલતૂના મોતના 24 કલાકની અંદર પોતે જીવ ગુમાવી દીધો. સંજીવ મંડલના પુત્ર અમન મંડલે જણાવ્યું કે તેમના પિતા કલ્લૂને સગા સંતાન કરતાં વધુ પ્રેમ કરતા હતા. 


એકબીજા વિના જમતા પણ નહી
પુત્ર અમને જણાવ્યું કે તેમના પિતાને કલ્લૂ સાથે એટલો લગાવ હતો કે થોડા દિવસો પહેલાં તેણે કલ્લૂને માર્યો તો તેમના પિતા નારાજ થઇ ગયા હતા. પરિવારજનોના અનુસાર પાલતૂ કુતરો અને સંજીવ બંને એકબીજા વિના રહી શકતા ન હતા. એટલું જ નહી બંને એકબીજા વિના જમતા પણ નહી. સંજીવ જ્યાં જતો હતો તેમનો પાલતૂ સાથી પણ સાથે જ જતો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube