LPG Cylinder Price: LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ક્યારે થશે ઘટાડો? સરકારે આપ્યો જવાબ
LPG Prices: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે સંસદમાં જણાવ્યું કે ક્યારે દેશમાં રસોઈ ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આવો વિસ્તારથી જાણીએ.
નવી દિલ્હીઃ LPG Prices To Reduced: દેશના સામાન્ય લોકો ઘણા સમયથી રસોઈ ગેસના ભાવ ઘટે તેની રાહ જોઈ રહી છે. હવે આ સવાલનો જવાબ સરકારે આપ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી (Petroleum Minister Hardeep Singh Puri) એ ગુરૂવારે લોકસભામાં આ સવાલનો જવાબ આપતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસના ભાવમાં ઘટાડો થાય છે તો સરકાર જલદી ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ ઓછો કરવા પર વિચાર કરશે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ 750 ડોલર મેટ્રિક ટન પ્રમાણે વેચાઈ રહ્યો છે.
ગેસ સિલિન્ડરની કિંમતો માટે વૈશ્વિક સ્થિતિ છે જવાબદાર
દેશમાં ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત વિશે ડીએમકે સાંસદ ડોક્ટર વીરાસ્વામી કલાનિધિએ સવાલ પૂછ્યો હતો. તેમણે પ્રશ્નકાળમાં પૂછ્યું કે ભારતમાં ક્યારે ગેસના ભાવમાં ઘટાડો થશે. આ સવાલના જવાબમાં હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ગેસના ભાવ ઘણા પ્રકારના ફેક્ટર્સ પર નિર્ભર કરે છે. આ સાથે તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં સરકાર આવી તૈયારી કરી રહી છે જેથી દેશમાં ગેસની કમી થશે નહીં. તેનાથી ગેસ કિંમત ઘટાડવામાં મદદ મળશે.
આ પણ વાંચોઃ મોદીએ ગુજરાતના સીએમ રહીને જે સપનું જોયું હતું એ પૂર્ણ થશે, બોમ્બે હાઈકોર્ટેનો ચુકાદો
સરકાર લોકોની માંગ પર આપી રહી છે ધ્યાન
આ સાથે પેટ્રોલિયમ મંત્રીએ તે પણ કહ્યું કે, સરકાર દેશની ગરીબ જનતાની માંગ પ્રત્યે સંવેદનશીલ છે. સાઉદી અરબમાં ગેસના ભાવોમાં 330 ટકાનો વધારો થયો છે, પરંતુ સરકારે તેની તુલનામાં રસોઈ ગેસના ભાવમાં ઓછો વધારો કર્યો છે. તેવામાં જો સાઉદી અરબમાં ગેસની કિંમતોમાં કમી આવે તો તેની અસર દેશમાં મળનાર એલપીજી સિલિન્ડર પર પણ જોવા મળશે. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય લોકોને સસ્તો ગેસ સિલિન્ડર આપવામાં સમર્થ થશે.
આ પણ વાંચો- 12 વર્ષમાં 16 લાખ લોકોએ છોડી ભારતીય નાગરિકતા, વિદેશ મંત્રી જયશંકરે આપ્યા આંકડા
કેટલો થયો ભાવ વધારો
2022માં સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 150 રૂપિયાનો વધારો કર્યો છે. વિપક્ષો રાંધણગેસના ભાવને લઈને મોદી સરકાર પર ચોતરફ પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષ મોંઘા રાંધણ ગેસ પર સવાલો ઉઠાવી રહ્યો છે અને યાદ અપાવી રહ્યો છે કે કેવી રીતે 2014માં ઘરેલું રસોઈ ગેસ 414 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં ઉપલબ્ધ હતો. રાજસ્થાનની કોંગ્રેસ સરકારે 1 એપ્રિલ 2023ના રોજ 500 રૂપિયામાં સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube