Changes From 1st August: મહિનો બદલાતાની સાથે જ સરકારી  વ્યવસ્થામાં કેટલાંક ફેરફારો પણ થતાં જ હોય છે. જેની સીધી અસર આપણાં જીવન પર થતી હોય છે. ખાસ કરીને આર્થિક ફેરફારો, જેતે જીવન જરૂરિયાતની ચીજોની કિંમતમાં ફેરફારોની સીધી અસર આપણાં બજેટ પર પડે છે. આજે જુલાઈની છેલ્લી તારીખ છે અને આવતીકાલથી ઓગસ્ટ મહિનો શરૂ થશે. દર મહિનાની શરૂઆતની જેમ આ વખતે પણ આવતીકાલથી કેટલાક મોટા ફેરફારો લાગુ કરવામાં આવશે. ઓગસ્ટ 2023 પણ કેટલાક ફેરફારો લાવી રહ્યું છે. તેમની અસર દેશના સામાન્ય માણસથી લઈને વિશેષ સુધી પડશે. આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડર, ક્રેડિટ કાર્ડની કિંમતમાં ફેરફાર અને આવકવેરો (ITR ફાઇલિંગ) ભરવાથી લઈને નિયમોનો સમાવેશ થાય છે. તમારા માટે પણ આ ફેરફારો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર મહિનાની 1 અને 16 તારીખે તેલ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર કરવામાં આવે છે. પરંતુ ગયા મહિને 1 જુલાઈએ કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તે સમયે ઘરેલુ અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આ પછી 4 જુલાઈ 2023ના રોજ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો. હાલમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. ગયા મહિને ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.


ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે. આ સમયમર્યાદા કરદાતાઓ માટે છે જેમણે તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી. પરંતુ જો તમે ITR ફાઇલ નહીં કરો તો 1 ઓગસ્ટથી તમારે દંડ ભરવો પડી શકે છે. 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓએ રૂ. 1,000ની લેટ ફી ચૂકવવી પડશે, જ્યારે રૂ. 5 લાખથી વધુની આવક ધરાવનારને લેટ આઇટીઆર ફાઇલ કરવા માટે રૂ. 5,000ની લેટ ફી ચૂકવવી પડશે.


Axis Bank ક્રેડિટ કાર્ડ યુઝર્સને આંચકો લાગવા જઈ રહ્યો છે. બેંક 1લી ઓગસ્ટથી ક્રેડિટ કાર્ડ કેશબેક અને ઈન્સેન્ટિવ પોઈન્ટમાં ઘટાડો કરી રહી છે. આ ફેરફાર એક્સિસ બેંક ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે કરવામાં આવી રહ્યો છે. 12 ઓગસ્ટથી અમલમાં આવશે. આ વખતે ઓગસ્ટમાં 14 દિવસ બેંકમાં રજા રહેશે. આ મહિને, રક્ષાબંધન સહિતના ઘણા તહેવારોને કારણે, વિવિધ રાજ્યોમાં બેંકિંગ કામગીરી બંધ રહેશે. આ દરમિયાન તમે નેટ બેંકિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકો છો. 2000 રૂપિયાની ગુલાબી નોટો, જેને ચલણમાંથી બહાર કાઢવામાં આવી છે, તે આ રજાઓ દરમિયાન અન્ય બેંકિંગ કામો સાથે બદલી શકાશે નહીં.


SBIની અમૃત કલશ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2023 છે. SBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવા પર 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે. આ યોજનામાં વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.