LPG Price Hike: આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને દિવાળી પહેલા કડવાચોથના તહેવારે જ એલપીજી સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો ઝિંકાયો છે. હકીકતમાં પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં એકવાર ફરીથી વધારો કર્યો છે. આજથી 19 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયા કરતા વધુનો વધારો થયો છે. જો કે 14.2 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિલિન્ડરનો લેટેસ્ટ ભાવ
IOCL ની વેબસાઈટ મુજબ આજથી 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1833 રૂપિયા હશે, જે પહેલા 1731 રૂપિયામાં મળતો હતો. અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તે વધીને 1785.50 રૂપિયા થયો છે. જે પહેલા 1684 રૂપિયા હતો. કોલકાતામાં 1839.50 રૂપિયાની જગ્યાએ હવે તે 1943 રૂપિયામાં મળશે. જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1999.50 રૂપિયા થઈ છે. જે પહેલા 1898 રૂપિયા હતી. 


મહિનામાં આટલો વધ્યો ભાવ
એક બાજુ જ્યાં ગત મહિને સરકારે 14 કિલોગ્રામવાળા રાંધણ ગેસ સિલિન્ડર પર રાહત આપી ત્યાં પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મહિનાભરમાં 300 રૂપિયાથી વધુનો વધારો ઝીંકીને મોંઘવારીનો બોમ્બ ફોડ્યો છે. પહેલી ઓક્ટોબરના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ લગભગ 209 રૂપિયા સુધી વધારવામાં આવ્યા હતા. એક મહિના બાદ એક નવેમ્બરે તેમાં ફરીથી વધારો કરાયો છે. કોલકાતામાં સિલિન્ડરના ભાવમાં સૌથી વધુ 103.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube