નવી દિલ્હી: LPG ગેસના ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જલદી એલપીજી ગેસના ભાવમાં  ભારે વધારો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર ઘરેલુ ગેસના ભાવ ઉપર પણ જોવા મળી શકે છે. સરકાર એક ઓક્ટોબરે ઘરેલુ ગેસના નવા ભાવ જાહેર કરવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધી શકે છે એલપીજી ગેસના ભાવ
ભારતમાં તેલ-ગેસ ખનન ક્ષેત્રની સૌથી મોટી સરકારી કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)નું કહેવું છે કે આ વખતે પ્રાકૃતિક ગેસના ભાવમાં લગભગ 60 ટકાનો વધારો લગભગ નક્કી છે. 


આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ વધવાના કારણે તેની અસર ઓઈલ કંપનીઓના રાજસ્વ ઉપર પણ જોવા મળી રહી છે. સરકાર દ્વારા એલપીજી ગેસ પર મળનારી સબસિડીને પણ થોડી દિવસ પહેલા સમાપ્ત કરવામાં આવી છે. એલપીજી ગેસ પર મળનારી સરકારી સબસિડીનું વનહ પણ ઓઈલ કંપનીઓએ જ કરવું પડતું હતું. 


Shocking! રંગમાં ભંગ ન પડે એટલે 3 વર્ષના માસૂમને અપાય છે 'નશા'નો ડોઝ, Video જોઈને હોશ ઉડી જશેb


સબસિડી બંધ થવાથી ONGC ને થયો નફો
ONGC ના સીએમડી સુભાષકુમારે કંપનીના વાર્ષિક નાણાકીય પરિણામોની જાણકારી આપતા કહ્યું કે જાન્યુઆરી-માર્ચ 2021માં ઓઈલ કંપનીએ 58.05 ડોલર પ્રતિ બેરલના દરથી ક્રૂડ ઓઈલનું વેચાણ કર્યું છે. થોડા દિવસ પહેલા ગ્રાહકોને મળનારી સબસિડી સમાપ્ત થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં કંપનીને 6734 કરોડ રૂપિયાનો નફો થયો છે. 


આ ઉપરાંત કંપનીના સીએમડી સુભાષકુમારે એ પણ જણાવ્યું કે કંપની આ વર્ષે 29,500 કરોડ રૂપિયાનું નવું રોકાણ કરવા જઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube