નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે 29 એપ્રિલના રોજ 9 રાજ્યની 72 સીટ પર મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના રાત્રે 8.00 કલાકના આંકડા અનુસાર ચોથા તબક્કામાં સરેરાશ 62.61 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં મહારાષ્ટ્રની સૌથી વધુ 17 સીટ પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની 13-13, પશ્ચિમ બંગાળની 8, મધ્યપ્રદેશ અને ઓડીશાની 6-6, બિહારની 5, ઝારખંડની 3 અને જમ્મુ-કાશ્મીરની 1 સીટ પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ ઘટી હતી. ચોથા તબક્કાની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્રની તમામ બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ગઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોથા તબક્કામાં 961 ઉમેદવાર મેદાનમાં
ચોથા તબક્કામાં કુલ 961 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. કુલ 1.40 લાખ મતદાન મથકો પર લગભગ 12.79 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 


ચોથા તબક્કાના મહારથીઓ
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહ, સુભાષ ભામરે, એસ એસ આહલુવાલિયા, બાબુલ સુપ્રિયો, પૂર્વ કેન્દ્રિય મંત્રી તથા કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદ, અધીર રંજન ચૌધરી, કનૈયાકુમાર, ભાજપના બૈજયંતા પાંડા, કોંગ્રેસના ઉર્મિલા માર્તોંડકર, સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના શતાબ્દી રોય, કોંગ્રેસના મિલિંદ દેવડા.


રાત્રે 8 વાગ્યા સુધીમાં 62.61 ટકા મતદાન 


રાજ્ય સરેરાશ મતદાન
બિહાર 59.02 %
જમ્મુ - કાશ્મીર  9.79 %
મધ્યપ્રદેશ 67.09 %
ઓડીશા 64.05 %
રાજસ્થાન 67.73 %
ઉત્તરપ્રદેશ 58.56%
પશ્ચિમ બંગાળ 76.66 %
ઝારખંડ 64.38 %
મહારાષ્ટ્ર 55.86 %

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણી-1999: વાજપેયી ત્રીજી વખત બન્યા વડાપ્રધાન


બોલિવૂડ હસ્તીઓ આવી મતદાન કરવા 
મુંબઈમાં મતદાન દરમિયાન ફિલ્મસ્ટારોની સાથે-સાથે જાણીતા ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીથી માંડીને અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપડા, દીપીકા પાદુકોણ, આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ, કંગના રણોત, સચિન તેંડુલકર અને પરિવાર, વરૂણ ધવન, દિયા મિર્ઝા, ડેવિડ ધવન, માધુરી દિક્ષિત નેને, સની દેઓ, બોબી દેઓ, ગુલઝાર, મનીષ મલ્હોત્રા, કરણ જોહર સહિત આખું બોલિવૂડ મતદાન કરવા નિકળી પડ્યું હતું. 


ગુજરાતમાં પાણીની સમસ્યા નિવારવા માટે સરકારે કરી મોટી જાહેરાત, 1916 થશે ઉપયોગી


પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા
પશ્ચિમ બંગાળમાં મતદાન શરૂ થયાના શરૂઆતના કલાકમાં કેટલીક જગ્યાએ હિંસક ઘટનાઓ જોવા મળી. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસારસ બીરભૂમ સીટના નાનૂર, રામપુરહાટ, નલહાટી અને સિઉરી વિસ્તારોમાં હરીફ પક્ષોના સમર્થકો વચ્ચે અનેક લોકો ઘાયલ થઈ ગયા હતા. દુબરાજપુરના વિસ્તારમાં મતદાતાઓની કેન્દ્રીય સુરક્ષા દળના કર્મચારીઓ સાથે મારામારી થઈ ગઈ હતી. એક મતદાન કેન્દ્ર બહાર ટીએમસીના કાર્યકર્તાઓએ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોના વાહનમાં કથિત રીતે તોડફોડ કરી હતી. સુપ્રિયોનો એક ભૂથમાં મતદાન અધિકારીઓ સાથે વિવાદ થયા બાદ ટીએમસીના કાર્યકર્તાઓએ તેના વાહન પર હુમલો કર્યો હતો. જેમુઆમાં અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાયાબાદ એક મતદાન કેન્દ્ર પરથી મતદારો ભાગી ગયા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


બાબુલ સુપ્રિયો સામે કેસ દાખલ
ચૂંટણી પંચે કેન્દ્રીય મંત્રી અને આસનસોલ સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો સામે FIR નોંધાવી છે. સુપ્રિયો પર પોલિંગ બુથમાં જબરદસ્તીથી ઘુસવા, ત્યાં હાજર ટીએમસીના પોલિંગ એજન્ટ અને અધિકારી સાથે અભદ્ર વ્યવહાર અને ધમકી આપવાનો આરોપ લગાવાયો છે. બાબુલ સુપ્રિયોનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તે ટીએમસીના પોલિંગ એજન્ટ અને ચૂંટણી અધિકારી સાથે વિવાદ કરતા જોવા મળે છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક.....