નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાને આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયાપ્રદા અંગે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું છે. તેણે જયાપ્રદા વિશે ટિપ્પણી કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝમખાને રામપુરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, "આપણે જેને આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે જેને 10 વર્ષ સુધી તમારા પ્રતિનિધિ બનાવ્યા, તેની અસલિયત જાણવામાં તમને 17 વર્ષ લાગી ગયા. હું 17 દિવસમાં જ ઓળખી ગયો હતો કે તેમના અંદરનું અંડરવિયર ખાખી રંગનું છે."


લોકસભા ચૂંટણી 2019: ક્રિકેટની પીચ પર કંઈક આ રીતે ઉર્મિલાએ કર્યો પ્રચાર


ઉલ્લેખનીય છે કે, જયાપ્રદાએ વર્ષ 2004 અને 2009ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. 2010માં તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેવા અને અમર સિંહ સાથે સંપર્કમાં રહેવાને કારણે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 


EVM મુદ્દે વિપક્ષની 21 પાર્ટીઓ ફરી સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવશે


આઝમ ખાનના નિવેદનનો જવાબ આપતા જયાપ્રધાએ પુરાનેગંજમાં એક સભા દરમિયાન આઝમ ખાનને ભાઈ સંબોધિત કરતા કહ્યું કે, "મેં ક્યારેય તમને અભદ્ર શબ્દ કહ્યા નથી. આ મારા સંસ્કાર છે. હું તમારી સામે આવીને પણ બોલી શકું છું કે તમે જૂઠ્ઠા છો. તમે જૂઠ બોલીને ભ્રમ ફેલાવો છો, જેથી હું રામપુરમાંથી ભાગી જાઉં."


આઝમ ખાન હંમેશાં તેમના વિવાદિત નિવેદનને મુદ્દે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ આઝમ ખાને જયાપ્રદાને એક નાચનારી જણાવી હતી. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....