કોલકાતાઃ લોકસભા ચૂંટણી 2019માં આ વખતે પશ્ચિમ બંગાળમાં દરેક તબક્કામાં હિંસા જોવા મળી છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અનેક મતદાન મથકો પર મારા-મારીની ઘટનાઓ બની છે. ગઈકાલે શનિવારે રાત્રે ભાજપ અને તૃણમુલના કાર્યકર્તાઓ વચ્ચે ભાગબાનપુર અને પૂર્વ મિદનીપૂર એમ બે જગ્યાએ થયેલી હિંસાક ઘટનામાં ગોળીબાર થયો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળના ઝારગ્રામના ગોપીવલ્લભપુર નામના એક ગામમાં ભાજપના એક કાર્યકર્તા રમણ સિંઘનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળ્યો છે. સિંઘ ભાજપનો બૂથ પ્રમુખ હતો. રિવારે પશ્ચિમ બંગાળમાં જે 8 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે, તેમાંની ઝારગ્રામ એક લોકસભા બેઠક છે.  


LIVE: છઠ્ઠો તબક્કો, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, સાધ્વી પ્રજ્ઞાએ આપ્યો વોટ


આ ઉપરાંત શનિવારે રાત્રે પશ્ચિમ બંગાળના જ ભાગાબનપુર અને પૂર્વ મેદનિપુરમાં પણ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી મારામારીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં ભાજપનો કાર્યકર્તે અનંતા ગુચેઈટ અને રણજીત મેઈટીને ગોળી વાગી હતી. બંનેને પહેલા નજીકના તમલુકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને અહીં પ્રાથમિક સારવાર પછી બંનેને વધુ સારવાર માટે કોલકત્તા લઈ જવાયા હતા. મેદનીપુરમાં પણ રવિવારે મતદાન થવાનું છે. 


તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ આ સમગ્ર વિસ્તારને તાબામાં લેવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ ભાજપે લગાવ્યો હતો અને ત્યાર પછી બંને બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસા શરૂ થઈ હતી. જેમાં પહેલા હવામાં ગોળીબાર કરાયો હતો અને પછી દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. જોકે, ટીએમસી દ્વારા ભાજપના આક્ષેપોને ફગાવી દેવાયા હતા.


છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં ઝારગ્રામ, મેદનીપુર ઉપરાંત તમલુક, કાંથી, ઘાટલ, બાંકુરા, બિશનુપૂર અને પુરુલિયામાં મતદાન યોજાવાનું છે. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...